ધોરાજી રહેતા પિતાએ લોધિકા પોલીસમાં નોંધાવી ફરિયાદ
બે બહેનોએ એકનો એક ભાઈ અને પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટમાં ડમ્પરે બાઈકને હડફેટે લેતા કાલાવડના આશાસ્પદ યુવાન રવિનું સારવારમાં મોત નીપજ્યું હતું. મૃતક રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર રહેતો અને રાવકી ગામે કંપનીમાં નોકરી કરતો રવિ ચંદ્રેશભાઈ મૂંગરા ગઈકાલે બપોરે કંપનીથી ઘરે આવતી વખતે પાળ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. બે બહેનોએ એકનો એક ભાઈ અને 10 વર્ષના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતા લોધીકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
કાલાવડ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા મૃતકના પિતા ચંદ્રેશભાઈ દામજીભાઇ મુંગરા ઉં.63એ જીજે 03 એટી 2137 નંબરના ડમ્પર ચાલક સામે લોધિકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારે સતાનમાં બે દિકરીઓ તથા એક દીકરો હતો. જેમાં સૌથી મોટા નિમીયાબેન જે વ્યારા સાસરે છે. તેનાથી નાની કોમલબેન છે જે રાજકોટ સાસરે છે. તેનાથી નાનો દિકરો રવિ ઉ.36 વાળો હતો. જેના લગ્ન 2014માં મોટી વાવડીના કરશનભાઇ પાનસુરીયાની દિકરી તુપ્તીબેન સાથે થયેલ હતા રવિને સંતાનમાં એક દિકરો કુશ ઉ.10નો છે રવિ છેલ્લા એક વર્ષથી રાવકી ઇન્ડ્રસ્ટ્રીઝમાં સીએનસી મશીન ચલાવતો હતો. અને રાજકોટના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ પાસે માધવ પાર્કમાં રહેતો હતો.
રવિ મારું જીજે 10 એઈ 8788 નંબરનું બાઈક ઉપયોગ કરતો હતો. ગત સાંજે મારી પુત્રવધુ તૃપ્તીનો ફોન આવેલ કે, રવિ રાવકીથી રાજકોટ તેનુ બાઈક લઈને આવતા હતા ત્યારે પાળ ગામમાં અકસ્માત થયેલ છે રવિને ગંભીર ઈજા થવાથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવેલ છે. તેમ વાત કરતા હું તથા મારી પત્ની લીલાબેન બંને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા ત્યાં મારાં પુત્રવધુ તુપ્તીબેન તથા રવિના મિત્રો સહિતના હાજર હતા. મારા દીકરા રવિની ઇમરજન્સી વોર્ડમાં સારવાર ચાલુ હતી મિત્ર રાજીવભાઈએ મને વાત કરેલ કે, રવિ તેનું બાઈક લઈને રાવકીથી રાજકોટ આવતો હતો ત્યારે ત્રણેક વાગ્યે પાળ ગામમાં દ્વારકાધીશ હોટલ પાસે ડમ્પર ચાલકે રવિને હડફેટે લેતા રવિને ગંભીર ઇજા થતા 108 એમ્બુલનસ મારફત રવિને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવેલ હતા અંહી ચાલુ સારવાર દરમ્યાન ફરજ પરના ડોકટરે રવિને મૃત જાહેર કર્યો હતો એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.