દુષ્કર્મના બનાવો અટકાવવા યુવક-યુવતીને એક-બે કલાક માટે રૂમ ન આપવા રાજકોટનાં હોટલ સંચાલકોને સૂચના
DCP દેસાઈની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક: યુવતીઓના ચહેરા પરથી દુપટ્ટો-માસ્ક હટાવી આધાર કાર્ડ સાથે મેચ કરાવવું જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં હોટલોમાં યુગલોને એકાંત પુરૂ પાડવા માટે એક-બે કલાક માટે રૂમ ભાડે આપવામાં આવે છે પરંતુ ઘણાં કિસ્સાઓમાં છાત્રાઓ અને તરૂણીઓના હોટલના રૂમમાં જ શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે શહેરમાં જયારે કોઈપણ યુવતી કે તરૂણી ઉપર દૂષ્કર્મની ફરિયાદો નોંધાય છે ત્યારે હોટલોની સંડોવણી ખુલતી હોય છે જયારે શહેરની અનુક હોટલોમાં તો કૂટણખાના પણ ચાલતા હોવાનું પોલીસે પકડી પાડ્યું છે ત્યારે એક-બે કલાક માટે ભાડે આપતા હોટેલ સંચાલકો સાથે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી રાકેશ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં દુષ્કર્મના બનાવો અટકાવવા આ પ્રકારે એક-બે કલાક માટે રૂમ ન આપવા હોટલ સંચાલકોને તાકીદ કરી હતી તેમજ મોઢે દુપટ્ટો બાંધીને આવતી યુવતીનો દુપટ્ટો હટાવી તેના આધારકાર્ડ સાથે તેનો ચહેરો મેચ કરવા પણ જણાવ્યું હતું.
રાજકોટના ઝોન-રના ડીસીપીએ આજે એ-ડિવીઝન પોલીસ મથકમાં અવેરનેશ બેનર હેઠળ હોટલ સંચાલકો સાથે મીટીંગ યોજી હતી જેમાં તેમને કેટલીક કડક સુચનાઓ આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે હોટલમાં આવતા શંકાસ્પદ માણસોની વ્યવસ્થિત પુછપરછ કરી અને જરૂરી ડોકયુમેન્ટસ ચકાસ્યા પછી જ રૂમ આપવો. સગીર વયની બાળાઓ અન્ય કોઈ પુખ્ત વયની યુવતીના આધારકાર્ડ સાથે આવી એન્ટ્રી મેળવતી હોવાનું જાણવા મળ્યું છે. જેને ધ્યાને લઈ સગીર વયની બાળાઓએ જો દુપટ્ટો પહેર્યો હોય તો તે છોડાવી આધારકાર્ડ સાથે ચહેરો મેળવવો એટલું જ નહીં સાથે કોઈ પુરૂષ હોય તો પોલીસને જાણ કરવી અને રૂમ આપવો નહીં જેથી ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવી સકાય રાજકોટના લોકલ યુવક-યુવતીઓ હોય તો તેમને પણ એક કે બે કલાક માટે રૂમ આપવાનું ટાળવું. રાજકોટનો લોકલ રહીશ જો એકલો રૂમ માંગે તો પણ આપવો નહીં. જેથી આત્મહત્યા જેવા બનાવો અટકાવી શકાય. હોટલમાં રૂમ મેળવનાર તમામનું પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવું. હોટલમાં રાખેલા રજીસ્ટરમાં પણ તેની નોંધ કરવી. હોટલ પ્રિમાઈસીસમાં સીસીટીવી કેમેરા રાખવા સહિતની સૂચનાઓ આપી હતી.