બાતમી મળતા પોલીસે તેને ઘરેથી ઝડપી પાડયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.2
જૂનાગઢ જિલ્લામાં પ્રોહિબિશન કેસના આરોપીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની સૂચના પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા દ્વારા અપાતા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે વંથલી તાલુકાના સોનારડી ગામના પ્રોહી બુટલેગર અનવર આમદભાઇ પલેજાને ઝડપી પાસાના કાયદા હેઠળ સુરત જેલ ધકેલી દવેમાં આવ્યો. પોલીસ પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જે.જે,પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા દારૂની હેરફેર તેમજ ગેરકાયદેસર રીતે ધંધો કરનાર ઈસમો સામે પાસાના કાયદા હેઠળ વધુ એક કાર્યવાહી કરી છે.
- Advertisement -
જેમાં વંથલી તાલુકાના સોનારડી ગામનો અનવર આમદભાઇ પલેજા પોતાના રહેણાંક માકને હોવાની બાતમી મળતા પોલીસે તેને ઘરેથી ઝડપી પાડયો હતો અને પાસાના કાગળો કરી જિલ્લા મેજિસ્ટ્રેસ્ટને મોકલતા પાસા હેઠળ તેની ધરપકડ કરીને સુરત લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ધકેલી દેવામાં આવતા પ્રોહી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.