નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 સજનસિંહ પરમાર દ્વારા કુલ 33 મોબાઈલ મૂળ માલિકને પરત કરાયા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સરકારશ્રીના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના “તેરા તુજકો અર્પણ” ઝુંબેશ હેઠળ આજરોજ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ પોલીસ કમિશ્નર સાહેબ ઝોન-1 સજનસિંહ પરમાર સાહેબ, બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી.બારોટ નાઓની ઉપસ્થિતીમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રજાની બહોળી સંખ્યાની હાજરીમાં યોજવામાં આવેલ. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં અત્રે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનની ફરિયાદ/અરજી મળતી હોય છે જે ફરિયાદ/અરજી ઉપરથી “ઈઊઈંછ” પોર્ટલ તથા હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી “ઈઊઈંછ” પોર્ટલમાં સતત મોનિટરીંગ કરી આવા ગુમ/ચોરાયેલ મોબાઈલ ફોનને શોધી કાઢવામાં આવેલ છે. જેમાં “ઈઊઈંછ” પોર્ટલનો ઉપયોગ કરી કુલ-33 મોબાઈલ ફોન જેની કુલ કિ.રૂ.4.95,000/- ના “ઈઊઈંછ” પોર્ટલ દ્વારા શોધી રીકવર કરવામાં આવેલ અને મોબાઈલના માલિકોને પરત કરી આપવામાં આવેલ છે.