ગુજરાત ઉપરાંત દેશભરમાંથી 250 જેટલા નિષ્ણાંત ડૉકટરોએ હાજરી આપી
ખાસ-ખબર ન્યૂઝ દ્વારકા
- Advertisement -
સૌરાષ્ટ્રમાં પ્રથમ એવી વિશ્ર્વ કક્ષાની આંતરરાષ્ટ્રીય તબીબી કોન્ફરન્સ દ્વારકા ખાતે આયોજિત કરવામાં આવી હતી. જેમાં પ્રવાસન મંત્રી મુરુભાઈ બેરાએ ખાસ હાજરી આપી હતી. ઉદ્ઘાટન સમારોહમાં ડો. જયેન્દ્રસિંહ જાડેજા HOD સાલ મેડિકલ કોલેજ, ડો. સંજય કુમાર સિક્કીમ મણીપાલ, ડો. નીતા મહેતા HOD, બી. જે. મેડિકલ કોલેજ, ડો. આર. ડી. જાની જામનગર, ડો. યોગેશ કાચા HOD GMC ડુંગરપુર, ડો. રાધેશ્યામ ત્રિવેદી સુપ્રિ. PDU મેડિકલ કોલેજ, રાજકોટ, ડો. સુશીલ કુમાર, ડીન પોરબંદર મેડિકલ કોલેજ વિગેરે હાજર રહ્યા હતા.
આ કોન્ફરન્સમાં પ્રથમ દિવસે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. રિચાર્ડ મિલીસનું હ્યુમન બ્રેઈન ઊપરના મહત્ત્વના સંશોધન Quantitative EEG વિષે વકતવ્ય યોજાયું હતું. કોન્ફરન્સના બીજા દિવસે તા. 22 ડીસેમ્બરના રોજ ચેન્નાઈ ખાતે પ્રસિદ્ધ સિમ્સ હોસ્પિટલમાં મગજના ઓપરેશન દરમ્યાન અતિ આધુનિક ઇન્ટ્રા ઓપેરેટિવ ન્યુરો ફિઝીઓલોજી મોનીટરીંગ કરતાં ડો. નિશાંત સંપતનું મહત્ત્વનું વૈજ્ઞાનિક વકતવ્ય યોજાયું હતું.
તાજેતરમાં પ્રમાણમાં યુવા વયે અનેક લોકોના હૃદયરોગના હુમલાઓથી મૃત્યુ કેમ થઈ રહ્યા છે? તેનાં કારણો અને ઉપાયો વિષે ખૂબ જ મહત્ત્વનું માર્ગદર્શન અમદાવાદના પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો. ધ્રુવકુમારસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું. જેમાં કોઈને કોરોના માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તો 7 ગણું વધારે જોખમ હોવાનું જણાવ્યું હતું. ડો. કિશન કુદૂરનું આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ વિષે વકતવ્ય યોજાયું હતું. બીજા દિવસે કુલ 18 original સંશોધન પત્રો રજૂ થયા હતા. બંને દિવસના રજૂ થયેલ કુલ 45 સંશોધન પત્રોમાંથી કુલ 12 જેટલા સંશોધન પત્રોને નિષ્ણાત જજીસ પેનલ દ્વારા પસંદ કરીને ઇનામો આપવામાં આવ્યા હતા.
- Advertisement -
છેલ્લે સોસાયટી ઓફ બેઝિક એન્ડ એપ્લાયડ ફિજીયોલોજીના પ્રમુખ દ્વારા દ્વારા ગુજરાત, રાજસ્થાન અને નોર્થ ઈસ્ટ ભારતની શાખાઓની સ્થાપનાની જાહેરાત આવી હતી. જેમાં ગુજરાત શાખાના પ્રમુખ તરીકે બી. જે. મેડિકલ કોલેજના પ્રોફેસર ડો. નીતા મહેતાના નામની જાહેરાત કરી હતી તેમજ નોર્થ ઈસ્ટ ઈન્ડિયાના મુખ્ય સંયોજક તરીકે ગંગટોક ખાતેની સિક્કિમ મણીપાલ યુનિ.ના પ્રોફેસર ડો. સંજય કુમારની જાહેરાત કરી હતી. રાજસ્થાન શાખાના સંયોજક તરીકે ડો. અમિતાભ દુબે અને ડો. શશીકાંત અગ્રવાલની જાહેરાત કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાંના ટૂંકા વૈજ્ઞાનિક વકતવ્યો ડો. સંજય કુમાર સિક્કિમ મણીપાલ યુનિ, ડો. સત્રૂપા દાસ, ડો. નેહા પરિહાર (AIIMS, દિલ્હી) અને ડો. સિમંતીની રાઓ (સાલ મેડિકલ કોલેજ, Ahmedabad) દ્વારા રજૂ કરવામાં આવેલા હતા. આ કોન્ફરન્સના આયોજનમાં ચેરપર્સન ડો. જયેન્દ્રસિંહ જાડેજા, (ઇંઘઉ સાલ મેડિકલ કોલેજ) વાઇસ ચેરપર્સન ડો. નીતા મહેતા, (HODબી. જે. મેડિકલ કોલેજ), ડો. સંજય કુમાર સિક્કિમ મણીપાલ યુનિ., ડો. રાજુલા ત્યાગી સાલ મેડિકલ કોલેજ, ડો. સિમંતિની રાઓ સાલ મેડિકલ કોલેજ, ડો. રોશની સુથાર સાલ મેડિકલ કોલેજ, ડો. મિલાપ સોલંકી સાલ મેડિકલ કોલેજ ઉપરાંત ભારતના ખૂણે-ખૂણેથી પધારેલ 250 જેટલા તબીબી વૈજ્ઞાનિકો, પ્રોફેસરો, પીજી સ્ટૂડન્ટ, પીએચડી સ્ટૂડન્ટ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ આયોજનમાં પથુભા જાડેજાએ
કો-ઓડિનેટર તરીકેની જવાબદારી નિભાવી હતી.