રાજકોટ કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા આવતા હતા તે દરમ્યાન ગાડીમાં પી.ટી. પ્રોફેસર કાઝીએ વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા: ફરિયાદમાં સાબેર મલેક નામના વિદ્યાર્થીનો પણ ઉલ્લેખ: પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા પંદર દિવસથી સતત મહિલાઓ સાથે છેડતી અને શારીરિક શોષણની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમરેલીથી વધુ કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી પ્રોફેસર અને વિદ્યાર્થીએ કબડ્ડી પ્લેયર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેને લઇને સાવરકુંડલા ટાઉન પોલીસ મથકમાં નોંધાઇ પોક્સોની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સાવરકુંડલાની કણકીયા કોલેજના પી.ટી પ્રોફેસર એજાઝ કાઝી રાજકોટ ખાતે આયોજિત કબડ્ડી સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીનીઓને લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન ગાડીમાં એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવતા સાવરકુંડલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ પોલીસ ફરિયાદમાં પી.ટી પ્રોફેસર એજાઝ કાઝી અને સાબિર મલેક નામના વિદ્યાર્થી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી સાબિર મલેકે આગાઉ આઠ મહિના પહેલા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કરનાર સાબિર મલેકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. હાલમાં સાવરકુંડલા પોલીસ દ્વારા આ ફરિયાદને આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.