ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
શિક્ષણક્ષેત્રે અદ્યતન પ્રગતિની ચર્ચા કરવા માટે બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતે મૂળભૂત વિજ્ઞાન, પર્યાવરણીય અભ્યાસો, અને પરંપરાગત દવાની અનુવાદાત્મક શોધ અને વિકાસ માટે આયોજીત એડવાન્સમેન્ટ આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સમાં વિશ્વભરના સંશોધકો અને ઉદ્યોગ વ્યાવસાયિકો એકત્રીત થયા હતા.
આ રજૂઆત કોન્ફરન્સમાં સંશોધનના તાજેતરના તારણો, ઉદ્યોગના વલણો અને આ ક્ષેત્રમાં ભવિષ્યની શક્યતાઓ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સમીક્ષા ગોષ્ઠીની શ્રોતા ગેલેરીમાં ઉપસ્થિત બૈાધ્ધિકો કુશળતા, આકર્ષક ડિલિવરી અને વ્યવહારુ આંતરદૃષ્ટિથી પ્રભાવિત થયા હતા. કોન્ફરન્સમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં લાઈફ સાયન્સ વિભાગનાં બોટનીમાં સહયોગી પ્રોફેસર ડો.રાજેશ રવિયાના યોગદાનને ઉપસ્થિતોએ બિરદાવ્યું હતું. ડો. રવિયાનાં પ્રવચનમાં મૂલ્યવાન જ્ઞાન અને ઉત્તેજિત વિચાર-પ્રેરક ચર્ચાઓ પ્રદાન કરવામાં આવી હતી. તેમની નિપુણતા અને ક્ષેત્ર પ્રત્યેનો જુસ્સો તેમની રજૂઆતના દરેક પાસાઓમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો.અત્રે ઉલ્લેખનિય છે કે બનારસ હિન્દુ યુનિવર્સિટી (ઇઇંઞ) એ ભારતની ઉચ્ચ શિક્ષણની અગ્રણી સંસ્થાઓમાંની એક છે, જે તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે જાણીતી છે. યુનિવર્સિટીમાં બૌદ્ધિક વિનિમય અને નવીનતાને પ્રોત્સાહન આપતી ઉચ્ચ-ગુણવત્તાવાળી આંતરરાષ્ટ્રીય પરિષદોનું આયોજન કરવાની લાંબા સમયથી પરંપરા છે. આ કોન્ફરન્સમાં વિષય પ્રસ્તુત કરનાર ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં ડો. રાજશે રવિયાએ મૂળભૂત વિજ્ઞાન, પર્યાવરણીય અભ્યાસો, અને પરંપરાગત દવાની અનુવાદાત્મક શોધ અને વિકાસ અંગે પોતાનું પ્રેઝન્ટશન પ્રસ્તુત કરી યુનિ.અને સમગ્ર જૂનાગઢનું ગૈારવ વધાર્યુ હતુ.