15 મિલકતોને ટાંચ-જપ્તીની નોટિસ: રૂા. 43.44 લાખની રિકવરી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2023-24ની રિકવરી ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન 31 મિલ્કતો સીલ, 15 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ, 4 નળ કનેક્શન ક્પાત અને રૂા. 43.34 લાખ રિકવરી કરવામાં આવી હતી.
શહેરના વોર્ડ નં. 5માં આર્યાનગરમાં 3 નળ કનેક્શન ક્પાત, કુવાડવા રોડ પર આવેલ રાજા રણછોડને સીલ મારેલ, રણછોડનગરમાં પુજારા ટેલીકોમની નોટીસ સામે રિકવરી રૂા. 75,174નો ચેક આપવામાં આવ્યો, વોર્ડ નં. 6માં સંત કબીર રોડ પર આવેલ પારૂલ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર માં 2 યુનિટને સીલ, મહિકા માર્ગ પર આવેલ ગેલ માં હાર્ડવેરના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રિકવરી રૂા. 65,600, ભાવનગર રોડ પર આવેલ સત્યમ પાર્કમા 1 નળ કનેક્શન ક્પાત કરતા રિકવરી રૂા. 75,000નો ચેક અને પેડક રોડ પર આવેલ કર્ણાવત કોમ્પ્લેક્ષ શોપ નં 2/બીના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 32,100 કરવામાં આવી હતી. વોર્ડ નં. 7માં પરાબજારમાં 2 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.15 લાખ, સુભાષ રોડ પર આવેલ 1 યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 2.00 લાખ, સોની બજારમા બાલાજી ચેમ્બર્સ થર્ડ ફ્લોર શોપ નં-305ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 1.01 લાખ, ખત્રીવાડ મેઇન રોડ પર આવેલ વાજા ઇલેકટ્રીએક વર્કના બાકી માંગણા નોટીસ સામે રિકવરી રૂા. 1.36 લાખ, સોની બજારમાં આવેલ બોઘાની શેરી અનમોલ ચેમ્બર્સ સીલ, સોની બજારમા ચંદ્રપ્રભુ કોમ્પ્લેક્ષમાં સેક્ધડ ફલોર શોપ નં-205 ને સીલ, ભક્તિનગરમાં 3-યુનિટની નોટીસ સામે રિકવરી રૂા. 1.68 લાખ, સોનીબજારમાં આવેલ રાજ કોમ્પ્લેક્ષ સેક્ધડ ફલોર શોપ નં-12/બી ને સીલ, અમુભાઇ આર્કેડ કોમ્પ્લેક્ષમાં ત્રણ શોપને સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં. 11માં કાલાવાડ રોડ પર આવેલ ગિરીરાજ રેસ્ટોરન્ટની નોટીસ સામે રિકવરી રૂા. 3.08 લાખ, કાલાવાડ રોડ પર આવેલ પબ્લિક હાઉસિંગ રુડાના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક, વોર્ડ નં-12માં 150 ફુટ રીંગ રોડ પર આવેલ સુયોગ કોમ્પ્લેક્ષમાં ફર્સ્ટ ફ્લોર શોપ નં-1 ને સીલ, વોર્ડ નં-13 150 ફુટ રીંગ રોડ પર આવેલ તીરૂપતી નગરમાં 1-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂા. 90,000ની રિકવરી કરવામાં આવી હતી. આ ઉપરાં અન્ય વોર્ડ નં. 14, 15, 16, 17, 18માં રિકવરી ઝુંબેશ હાથ ધરાઈ હતી.
આ કામગીરી મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા આસી. કમિશનર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.