કેનેડામાં ભારતીય દૂતાવાસ પરના હુમલા અંગે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે. એજન્સી અમદાવાદની ટીમ કેનેડા જશે.
કેનેડામાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા મામલે તપાસ અમદાવાદ NIAને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે 23 મી માર્ચના રોજ ખાલીસ્થાની કટ્ટરપંથી સમર્થકોએ ઓટાવામાં ભારતીય હાઇ કમિશન પર હુમલો કર્યો હતો. હવે તેની તપાસ અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી અમદાવાદની ટીમ કેનેડા જશે. જોકે હજુ સુધી કેનેડા સરકારે હુમલા અંગે ખાલિસ્તાની સમર્થકોની માહિતી આપી નથી.
- Advertisement -
હજુ સુધી કેનેડા સરકારે હુમલા અંગે ખાલિસ્તાની સમર્થકોની નથી આપી માહિતી
ઓટાવામાં થયેલા હુમલાની અને ત્યારબાદ અમદાવાદ સહિતના સ્થળોએ ખાલીસ્થાનની સમર્થકોના વહેતા થયેલા પ્રિરેકોર્ડેડ મેસેજની તપાસ અંગે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી દિલ્હી દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય તપાસનીસ અધિકારી તરીકેનો ચાર્જ અમદાવાદ એનઆઈએના વડા ધ્રુમન નિમ્બલેને ચાર્જ સોંપાયો છે. જે તપાસ અર્થે ટીમ સાથે કેનેડા જશે.
હુમલાના તાર પાકિસ્તાની સંસ્થા સાથે જોડાયેલા હોવાની પણ ચર્ચા
- Advertisement -
કેનેડાના ઓટાવવામાં ભારતીય હાઇ કમિશન પર ખાલીસ્થાનની સમર્થકોએ ૨૩મી માર્ચ 2023ના એ દિવસે હુમલો કર્યો હતો. જેમાં ઝંડા સાથે ઘસી આવેલા અમૃતપાલના સમર્થકોએ ભારે હોબાળો મચાવી તોડફોડ કરી હતી. જેને લઈને ખળભળાટ મચી ગયા બાદ આ મામલે એપ્રિલ મહિનામાં ગૃહ મંત્રાલય દ્વારા તપાસ એનઆઇએને સોંપવા આદેશ જારી કર્યા હતા. પ્રાથમિક તપાસમાં એવુ સામે આવી રહ્યું છે કે ખાલીસ્થાની સમર્થકોને પાકિસ્તાની આતંકી સંસ્થા આઈએસઆઈએસનો પૂરતો ટેકો મળી રહ્યો છે. એટલે કે આ હુમલાના તાર પાકિસ્તાની સંસ્થા સાથે જોડાયેલા હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે
ચકચાર મચાવતો વીડિયો વાયરલ કર્યો હતો
તાજેતરમાં જ પ્રતિબંધિત યુએસ સ્થિત શીખ્સ ફેર જસ્ટીસ સંગઠનના વડા ગુરુપતવંતસિંહ પનનુએ એક જ ચકચાર મચાવતો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે ભારત સરકાર તમે નિજજરની હત્યા માટે જવાબદાર છો અને આ હત્યાનો શીખ્સ ફેર જસ્ટીસ દ્વારા બદલો લેવામાં આવશે. તેણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે બદલાનું લક્ષ્ય અમદાવાદમાં ઓક્ટોબરનો વર્લ્ડ કપ હશે.