93 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 86 બેઠકોના પરિણામ જાહેર, જેમાંથી 66 બેઠકો મુઈજ્જુની પીપલ્સ નેશનલ કોંગ્રેસે જીતી
ખાસ-ખબર ન્યૂઝ માલદીવ્સ, તા.22
- Advertisement -
માલદીવ્સમાં ઈન્ડિયા આઉટ અભિયાન ચલાવનાર પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુની પાર્ટીએ સંસદીય ચૂંટણીમાં જીત મેળવી છે. ગઈકાલે યોજાયેલી 93 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 86 બેઠકોના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 66 બેઠકો મુઈજ્જુની પીપલ્સ નેશનલ કોંગ્રેસે જીતી છે. કોઈપણ પક્ષને બહુમત માટે 47 થી વધુ સીટની જરૂૂર હતી. પરિણામોની સત્તાવાર જાહેરાતમાં એક સપ્તાહનો સમય લાગશે. માલદીવ્સની સંસદનો કાર્યકાળ મે મહિનામાં શરૂ થશે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, મુઈજ્જુની જીત ભારત માટે મોટો ઝટકો છે.
ભારત અને ચીન આ ચૂંટણી પર ચાંપતી નજર રાખી રહ્યા હતા. બંને વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ માલદીવ્સમાં પોતાની પકડ મજબૂત કરવા માગે છે. મુઈજ્જુની પાર્ટીની જીત બાદ માલદીવ્સમાં આગામી 5 વર્ષ સુધી ચીન તરફી સરકાર રહેશે.
ગત સંસદીય ચૂંટણીમાં મોહમ્મદ મુઈજ્જુની પાર્ટીને માત્ર 8 બેઠકો મળી હતી. આ કારણે રાષ્ટ્રપતિ હોવા છતાં, મુઇઝ્ઝુ ન તો તેમની નીતિઓ અનુસાર બિલ પાસ કરાવી શક્યા અને ન તો બજેટ પસાર કરાવી શક્યા. હવે 66 બેઠકો જીત્યા બાદ વિપક્ષી પાર્ટી તેમના માર્ગમાં કોઈ અવરોધ ઉભી કરી શકશે નહીં.
ભારત તરફી ગણાતી માલદીવ્સ ડેમોક્રેટિક પાર્ટીને ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ખઉઙએ 89 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. જેમાંથી માત્ર એક ડઝન ઉમેદવારો જ જીતી શક્યા છે. મુઈજ્જુુ સરકારના એક વરિષ્ઠ અધિકારીએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું હતું કે ચૂંટણીમાં ભૂરાજનીતિ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.
મુઈજ્જુ ભારતીય સૈનિકોને દેશમાંથી હાંકી કાઢવાના વચન પર જીવે છે. તેઓ આના પર પણ કામ કરી રહ્યા છે પરંતુ સંસદ આમાં તેમની મદદ કરી રહી નથી. મુઈજ્જુ સંસદીય ચૂંટણી પ્રચાર દરમિયાન માલદીવ્સમાંથી ભારતીય સૈનિકો પાછા ખેંચવાની માહિતી આપી રહ્યા હતા.