યોગાચાર્ય નટવરસિંહ ચૌહાણ અને પ્રવિણભાઈ ગલોરિયાનું સન્માન કરાયું
ભારત સેવક સમાજ દ્વારા ગાંધી જયંતીએ ક્વિઝનું આયોજન કરાયું હતું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બાલભવન ખાતે ગાંધી ક્વિઝના વિજેતાઓને પુરસ્કાર વિતરણ તથા યોગાચાર્ય નટવરસિંહ ચૌહાણ અને પ્રવિણભાઈ ગલોરીયાના સન્માનનો કાર્યક્રમ ભારત સેવક સમાજ દ્વારા યોજાયો હતો. ભારત સેવક સમાજની યાદી મુજબ ગાંધીજયંતી નિમિત્તે ગાંધી ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રસિદ્ધ વૈજ્ઞાનિક પ્રો. ડો. જે. જે. રાવલ અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ પ્રો. અનામિક શાહ અને જયાબેન અને વજુભાઈ શાહના પુત્ર અક્ષયભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ વિનુભાઈ ગોસલીયા તેમજ ટ્રસ્ટીઓ પ્રિ. યજ્ઞેશભાઈ જોશી તથા કિરીટભાઈ જોશીના હસ્તે વિજેતા સમાજશાસ્ત્ર ભવન તથા ઈતિહાસ અનુસ્નાતકભવન તથા જે.જે. કુંડલીયા મહિલા કોલેજને ઈનામ વિતરણ કરાયું હતું તેમજ આ પ્રસંગે ભારત સેવક સમાજ દ્વારા યોગાચાર્ય નટવરસિંહ ચૌહાણ તથા પ્રવિણભાઈ ગલોરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના એલ. કે. સૈયદ અને બાલભવનના સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યક્રમનું સંચાલન ગૌતમભાઈ અને એડવોકેટ ત્રંબકભાઈ જોશી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી જે. જે. રાવલ અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ પ્રો. અનામિક શાહ વિગેરે મહાનુભાવોના વરદહસ્તે ક્વિઝમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.