ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલનો દિવસ ભારત માટે ખૂબ જ ગર્વનો દિવસ હતો, કારણ કે 21 વર્ષ પછી કોઈ ભારતીય સુંદરી મિસ યુનિવર્સ બની છે. હા, સુષ્મિતા સેન અને લારા દત્તા પછી હરનાઝ સંધુના રૂપમાં ભારતને ત્રીજી મિસ યુનિવર્સ મળી છે. હરનાઝને બોલિવૂડ હસ્તીઓ તરફથી અભિનંદન મળી રહ્યા છે. પ્રિયંકા ચોપરા, કરીના કપૂર ખાન, દિયા મિર્ઝા અને કંગના રનૌત સહિત ઘણા સેલેબ્સે હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021 બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પણ વાંચો: ૨૧ વર્ષ પછી ભારતે જીત્યો ‘મિસ યુનિવર્સ’નો તાજ
https://khaskhabarrajkot.com/2021/12/13/after-21-years-india-won-the-miss-universe-crown/
- Advertisement -
હરનાઝ સંધુને અભિનંદન આપતાં પ્રિયંકા ચોપરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, ‘મિસ યુનિવર્સ મિસ ઈન્ડિયા છે. 21 વર્ષ પછી તાજ પાછો લાવવા બદલ હરનાઝ સંધુને અભિનંદન.ભારતની પ્રથમ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને હરનાઝ સંધુને અભિનંદન પાઠવ્યા છે અને લખ્યું છે, ‘હર હિન્દુસ્તાની કી નાઝ‘.કરીના કપૂર ખાને પણ હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021 બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી બાજુ કંગના રનૌતે પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી લખતાં કહ્યું કે, ‘કેટલા ખુશીના સમાચાર છે, હરનાઝ સંધુને અભિનંદન.‘

https://www.instagram.com/p/CXbOjmSJAI7/
- Advertisement -
બિદિતા બાગે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કરવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
આનંદ મહિન્દ્રાએ શુભેચ્છા આપતાં લખ્યું કે, ‘સવારની આનાથી સારી શરૂઆત કોઈ હોઈ શકે નહીં.‘
દિયા મિર્ઝાએ લખ્યું કે, ‘ભારતને તમારા પર ગર્વ છે, હરનાઝ કૌર સંધુને અભિનંદન.‘



