ખાસ-ખબર ન્યૂઝ મોરબી
મોરબી તાલુકાના આમરણ ગામ પાસે હાઈવે પર રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહેસાણાથી દ્વારકા પૂનમ દર્શન માટે જતી સરદાર ટ્રાવેલ્સની ખાનગી બસ ચાલકની બેદરકારી અને પૂરઝડપના કારણે પલટી મારી ગઈ હતી. બસમાં સવાર 35 યાત્રિકોમાંથી 17 લોકોને નાની-મોટી ઈજાઓ થતાં તેમને સારવાર માટે મોરબી અને રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
- Advertisement -
મહેસાણા હાઈવે રોડ પર પસાભાઈ પેટ્રોલપંપ પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પરેશભાઈ નારણભાઈ આલ (36)એ બસ ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, 11 ફેબ્રુઆરીના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે મહેસાણા મોઢેરા ચોકડી પાસેથી યાત્રિકો દ્વારકા પૂનમ દર્શન માટે નીકળ્યા હતા. મોરબી તાલુકાનાં આમરણ ગામ પાસે હાઈવે રોડ ઉપર હતા ત્યારે તા.12/2 ના રાત્રિના બે વાગ્યે રોડ ઉપર બસના ચાલક જેનુ નામ આવડતું નથી તેને આમરણ નજીક પોતાના હવાલા વાળી ટ્રાવેલ્સ પુર ઝડપે અને બેફીકરાઈથી ચલાવી હતી અને ટ્રાવેલ્સ બસને પલટી ખવડાવી દીધી હતી.
આ ઘટનામાં સેન્જરોને નાની મોટી ઈજાઓ થઈ હતી અને તે બસ ચાલક અકસ્માત બાદ બસ મુકીને ત્યાંથી ભાગી ગયો છે. આ ઘટના ઇજા પામેલા લોકોને 108 મારફતે અલગ અલગ જગ્યાએ મોરબી સરકારી હોસ્પીટલ, મોરબીની શીવમ હોસ્પીટલ તેમજ રાજકોટની ખાનગી હોસ્પીટલમા સારવાર માટે લઈ ગયા હતા. આ ઘટનામાં ઇજા પામેલ પ્રેમીલાબેન મુકેશભાઈ પટેલને વધુ ઇજા થયેલ હોવાથી તેને રાજકોટ સારવારમાં લઈ જવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલા પરેશભાઈએ નોંદાહવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રાવેલ્સ બસના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કારેલ છે.