By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘અમેરિકાએ પસ્તાવું પડશે…’ હિન્દ મહાસાગરમાં જહાજ તોડી પાડવા અંગે ઈરાનની ચેતવણી
    4 hours ago
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    5 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    5 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    5 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત ગેસ દ્વારા ‘ફોર્સ મેજ્યોર’ જાહેર: ઉદ્યોગો માટે ગેસમાં 50% કાપ અને ઘરેલું પુરવઠો જાળવવા અગ્રતા
    33 minutes ago
    ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ સફળ, 80 કિમીની ઝડપે દોડી
    35 minutes ago
    હિરોશીમાથી વધુ તબાહી મચાવવા ટ્રમ્પનો પ્લાન?
    40 minutes ago
    અમેરિકાએ ઈરાનના 20 વૉરશિપ ડુબાડ્યા
    41 minutes ago
    નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    5 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    6 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    1 week ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    1 week ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    3 hours ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Metaના સ્માર્ટ ગ્લાસથી પ્રાઇવસી ખતરમાં? બાથરૂમથી બેડરૂમ સુધીના વીડિયો રેકોર્ડ થવાના આરોપ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > Metaના સ્માર્ટ ગ્લાસથી પ્રાઇવસી ખતરમાં? બાથરૂમથી બેડરૂમ સુધીના વીડિયો રેકોર્ડ થવાના આરોપ…
SCIENCE-TECHNOLOGY

Metaના સ્માર્ટ ગ્લાસથી પ્રાઇવસી ખતરમાં? બાથરૂમથી બેડરૂમ સુધીના વીડિયો રેકોર્ડ થવાના આરોપ…

Khaskhabar Editor
Last updated: 2026/03/05 at 3:18 PM
Khaskhabar Editor 2 hours ago
Share
10 Min Read
SHARE

મેટાના રે-બેન સ્માર્ટ ગ્લાસ હાલમાં ખૂબ જ મોટી કન્ટ્રોવર્સીમાં ફસાયું છે. આ સ્માર્ટ ગ્લાસ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે એના કેમેરા દ્વારા મેટાના AI ટ્રેનર બાથરૂમથી લઈને બેડરૂમ સુધીના તમામ વીડિયો જોઈ રહ્યાં છે. AI જેમ-જેમ આગળ વધી રહ્યું છે તેમ-તેમ એમાં નવી-નવી પ્રોડક્ટનો સમાવેશ થઈ રહ્યો છે. સ્માર્ટ ગ્લાસ બનાવવા પાછળ હવે ઘણી કંપનીઓ મંડી પડી છે. જોકે હવે આ જ સ્માર્ટ ગ્લાસ ચર્ચાનો વિષય બન્યું છે.

એક રિપોર્ટ અનુસાર મેટા રે-બેન ગ્લાસ પહેરનાર યુઝર્સના તમામ વીડિયોને AI ટ્રેનર જોઈ રહ્યાં છે. એટલે કે ચશ્મા પહેરવાની સાથે જ યુઝર જે વીડિયો જુએ છે એ વીડિયોને મેટાની ઓફિસમાં બેસેલા લોકો પણ જુએ છે. આથી ચશ્મા પહેરનાર યુઝર્સને પણ લોકો જોઈ રહ્યાં છે. 27 ફેબ્રુઆરીએ સ્વીડનમાં રજૂ થયેલા એક ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં મેટા રે-બેન સ્માર્ટ ગ્લાસીસ અને એ કેવી રીતે કામ કરે છે એ વિશે વાત કરવામાં આવી હતી. આ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું હતું કે સ્માર્ટ ગ્લાસ દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા વીડિયોને AIને ટ્રેન કરનાર AI ટ્રેનર પણ જોઈ રહ્યાં છે.

- Advertisement -

કપડાં પહેરવાથી લઈને દરેક બાબત થઈ રહી છે રેકોર્ડ?

કેન્યાની નૈરોબીમાં આવેલી એક કંપનીના એક વ્યક્તિએ નામ નહીં જણાવવાની શરતે કહ્યું હતું કે તેમણે એવા વીડિયો જોયા છે જેમાં વ્યક્તિઓ ખૂબ જ સંવેદનશીલ સ્થિતિમાં પણ જોવા મળ્યાં છે. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટ ગ્લાસ દ્વારા લોકોના કપડાં બદલતા વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યાં છે. તેમ જ ઘણી પ્રાઇવેટ મૂમેન્ટ્સ પણ રેકોર્ડ થઈ ગઈ છે. મેટા કંપનીમાં ટ્રેનિંગના નામ પર હ્યુમન ટ્રેનર આ વીડિયોને જોઈ રહ્યાં છે. આથી મેટા યુઝર્સને જ્યારે ખબર પડશે ત્યારે તેઓ પણ નહીં ઇચ્છતા હોય કે તેમનો કેમેરા ચાલુ રહે.

આ રિપોર્ટમાં કેન્યાની કંપની Samaનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કંપની મેટાની સબ-કોન્ટ્રેક્ટર તરીકે કામ કરે છે. આ કંપની મેટાને ટ્રેન કરવા માટેના વ્યક્તિઓ પૂરા પાડવાનું કામ કરે છે. આ ટ્રેનર વીડિયોમાં જોવા મળેલી વસ્તુઓને ઓળખીને AIને ટ્રેન કરે છે. હજારો લોકો સ્ક્રીન પર બોક્સ બનાવીને અલગ-અલગ વસ્તુઓ ઓળખવા માટે AIને ટ્રેન કરે છે. આ ડેટા ત્યાર બાદ મેટાને આપવામાં આવે છે જેથી તેઓ વધુ સારી રીતે AI મોડલને ટ્રેન કરી શકે.

- Advertisement -

બાથરૂમથી લઈને સેક્સ સુધીના તમામ વીડિયો થયા રેકોર્ડ

આ રિપોર્ટમાં એક કર્મચારીએ એ પણ કહ્યું છે કે તેણે બાથરૂમમાં જવાથી લઈને કપડાં બદલવા સુધીના વીડિયો જોયા છે. જોકે આ વ્યક્તિએ એ પણ કહ્યું હતું કે તેને નથી ખબર કે ચશ્મા પહેરનાર યુઝર્સને ખબર હોય કે તેમના વીડિયો રેકોર્ડ થઈ રહ્યાં છે. જોકે તેઓ પણ નહીં ઇચ્છતા હોય કે તેમના વીડિયો કોઈ પણ જુએ.

આ રિપોર્ટમાં અન્ય એક કર્મચારીએ કહ્યું હતું કે એક વીડિયોમાં એક પુરુષ બેડરૂમમાં આવીને બેડસાઇડ કેબિનેટ પર તેના સ્માર્ટ ગ્લાસ મૂકે છે અને બહાર જાય છે. ત્યાર બાદ એક મહિલા રૂમમાં આવે છે અને કપડાં બદલે છે. ડેટા એનોટેટર્સને દેખાડવામાં આવતાં વીડિયોમાં ક્રેડિટ કાર્ડથી લઈને સેક્સ સુધીના ફૂટેજનો સમાવેશ થાય છે. કેટલાક વીડિયો યુઝરે જાણી જોઈને રેકોર્ડ કર્યા હોય એવું પણ બની શકે છે. જોકે મોટાભાગના વીડિયોમાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયો યુઝરની સહમતી વગર અને તેની જાણ બહાર શૂટ કરવામાં આવ્યાં છે. આ પ્રકારના વીડિયો જો લીક થઈ જાય તો ખૂબ જ શરમજનક પરિસ્થિતિનો સામનો યુઝરે કરવો પડી શકે છે.

સ્માર્ટ ગ્લાસ શું છે અને કેવી રીતે કામ કરે છે?

મેટાએ રે-બેન સાથે મળીને આ સ્માર્ટ ગ્લાસ બનાવ્યા છે. જોવામાં આ સામાન્ય ચશ્મા જેવા દેખાય છે. જોકે એની અંદર નાના કેમેરા, માઇક્રોફોન અને સ્પીકર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર્સ આ ચશ્માની મદદથી વીડિયો અને ફોટો રેકોર્ડ કરી શકે છે. લાઇવ સ્ટ્રીમ પણ કરી શકે છે અને વોયસ કમાન્ડ સાથે AIને સવાલ પણ કરી શકે છે. યુઝર કોઈ અન્ય દેશમાં ટ્રાવેલ કરી રહ્યો હોય ત્યારે કોઈ જગ્યા અથવા તો બિલ્ડિંગ વિશે પણ ચશ્માને પૂછી શકે છે. AI આ વિશે તરત જ જાણકારી આપે છે. મેટા અને અન્ય કંપનીઓ સમજી રહી છે કે સ્માર્ટ ગ્લાસ હવે ભવિષ્ય છે અને એથી જ એના પર વધુ કામ કરવામાં આવી રહ્યું છે.

સ્માર્ટ ગ્લાસને લઈને રહેલું છે જોખમ

સ્માર્ટ ગ્લાસ સારા છે, પરંતુ એ હંમેશાં ચહેરા પર હોય તો જોખમ આવે છે. રેકોર્ડિંગ ક્યારે થઈ રહી છે એ વિશે કોઈને ખબર પણ નથી પડી રહી. સ્માર્ટફોનથી રેકોર્ડિંગ કરવામાં આવે ત્યારે લોકોને ખબર પડે છે, પરંતુ ચશ્માથી એ વિશે કોઈ માહિતી નથી મળતી. ચશ્મામાં આ કેમેરા સાઇડ પર હોય છે અને એથી એ વિશે સામેની વ્યક્તિને ખબર નહીં પડે એ બની શકે છે. મેટાએ એમાં એક નાની લાઇટ આપી છે અને રેકોર્ડિંગ સમયે એ ચાલુ હોય છે. કંપનીનું કહેવું છે કે આ લાઇટ લોકોને જાણ માટે આપવામાં આવી છે. જોકે એક્સપર્ટનું કહેવું છે કે આ લાઇટ પ્રકાશમાં અને ભીડમાં સરળતાથી નથી દેખાતી. એટલે કે ઘણી વાર લોકોની જાણ બહાર વીડિયો રેકોર્ડ થઈ શકે છે.

AI ટ્રેનિંગના નામ પર ડેટાનો ઉપયોગ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમને ટ્રેન કરવા માટે ખૂબ ડેટા જરૂરી છે. ફોટો, વીડિયો, અવાજ, ટેક્સ્ટ દરેક વસ્તુ દ્વારા AIને ટ્રેન કરવામાં આવે છે. જેટલો વધુ ડેટા એટલું AI વધુ સારી રીતે કામ કરી શકે છે. આથી જ AI કંપનીઓ અલગ-અલગ સોર્સથી ડેટા ભેગા કરી રહી છે. મેટાનું સ્માર્ટ ગ્લાસ પર એક સોર્સ બની શકે છે કારણ કે આ ચશ્મા રોજિંદા જીવનની તમામ બાબતોને રેકોર્ડ કરે છે. રસ્તા, ઘર, દુકાન, લોકો, બાઇક, કાર અને ભોજન દરેક વસ્તુનો ડેટા આ ચશ્મામાંથી મળી શકે છે.

ફેસ રિકગ્નિશનને લઈને છે ડર

સ્માર્ટ ગ્લાસને લઈને વધુ એક ચિંતા લોકોને છે. આ ચશ્માના કેમેરામાં ફેસ રિકગ્નિશન ટેક્નોલોજીનો સમાવેશ કરી નાખવામાં આવ્યો તો સામેની વ્યક્તિને તરત જ ઓળખી શકાશે. કેટલીક ટેક કંપનીઓએ દેખાડ્યું છે કે કેમેરાથી લેવામાં આવેલા ફોટોને ઇન્ટરનેટ ડેટાબેઝ સાથે સરખાવવામાં આવે તો જે-તે વ્યક્તિનું નામ પણ મળી શકે છે. કેટલાક કેસમાં સોશ્યલ મીડિયા પરથી નંબર પણ મળી શકે છે. જો આ ટેક્નોલોજી ચશ્મા સાથે જોડવામાં આવી તો રસ્તા પર ચાલતાં કોઈ પણ વ્યક્તિની ઓળખ કરવી ખૂબ જ સરળ બની જશે.

પહેલાં પણ જોવા મળ્યાં છે આવા કેસ

અમેરિકામાં કેટલીક જગ્યાએ સ્માર્ટ ગ્લાસને લઈને ઘણી ફરિયાદ થઈ ચૂકી છે. એક યુનિવર્સિટીમાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી કે એક વ્યક્તિ મેટાના ચશ્મા પહેરીને મહિલાઓને રેકોર્ડ કરી રહ્યો હતો. ત્યાર બાદ આ વીડિયોને ઓનલાઇન શેર કરી દેવામાં આવ્યાં હતાં. આ ઘટના બાદ સ્ટુડન્ટ્સ અને ટીચર્સમાં ચશ્માને લઈને ચિંતા વધી ગઈ હતી કારણ કે સામાન્ય કેમેરાની જેમ આ કેમેરાને ઓળખી નથી શકાતું.

આ માટે એવી એપ્લિકેશન બની રહી છે જે તેમની આસપાસ રહેલાં સ્માર્ટ કેમેરાને ઓળખી શકે છે. આથી એની વધતી જતી ચિંતાને કારણે આ પ્રકારની એપ્લિકેશન ખૂબ જ મહત્ત્વની બની શકે છે. બ્લૂટૂથ સિગ્નલના આધારે આ એપ્લિકેશન શોધે છે કે તેમની આસપાસ કોઈ મેટા સ્માર્ટ ગ્લાસ છે કે નહીં. જોકે આ ટેક્નોલોજી હજી સુધી ભરોસાપાત્ર નથી, પરંતુ લોકોમાં ડર જોવા મળી રહ્યો છે.

ટેક કંપનીઓ શું કહી રહી છે?

મેટાનું કહેવું છે કે કંપની પ્રાઇવસીને લઈને ખૂબ જ ગંભીર છે. કંપની એવો દાવો કરી રહી છે કે યુઝરના ડેટાને પ્રોટેક્ટ કરવા માટે કંપની સતત સિક્યોરિટીમાં વધારો કરી રહી છે. કંપનીએ ફરી કહ્યું છે કે તેમણે ચશ્મામાં એક લાઇટ આપી છે જે રેકોર્ડિંગ સમયે ચાલુ થાય છે જેથી લોકોને ખબર પડે. જોકે પ્રાઇવસીને લઈને ઝૂંબેશ ચલાવનારાઓનું કહેવું છે કે આ લાઇટ પૂરતી નથી. તેમનું કહેવું છે કે આ સમસ્યા ફક્ત રેકોર્ડિંગ પૂરતી નથી. આ ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે એ પણ એટલું જ મહત્ત્વનું છે.

કાયદામાં નથી આવતી નવી ટેક્નોલોજી

નવી ટેક્નોલોજી ઘણી વાર કાયદાથી દૂર હોય છે. સ્માર્ટ ગ્લાસ પણ એનું જ ઉદાહરણ છે. ભારત સહિત ઘણાં દેશમાં જાહેર જગ્યાએ રેકોર્ડિંગ કરવું કાયદામાં આવે છે. જોકે કેમેરા કોઈના ચહેરા પર હોય, રેકોર્ડિંગ ચાલુ હોય અને એની સામેની વ્યક્તિને ખબર ન હોય ત્યારે વાત અલગ છે. આ પ્રકારની ડિવાઇસનો સમાવેશ હજી કાયદામાં નથી થતો.

ભવિષ્ય શું છે?

ટેક કંપનીઓ સ્માર્ટ ગ્લાસને ભવિષ્યના ખૂબ જ મોટા કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ તરીકે જુએ છે. સ્માર્ટફોન આવ્યા બાદ જીવન જે રીતે બદલાઈ ગયું હતું એ જ રીતે સ્માર્ટ ગ્લાસ આવ્યા બાદ પણ રોજિંદું જીવન બદલાઈ જશે. જોકે એની સાથે એક મોટો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે. જો દરેક વ્યક્તિના ચહેરા પર કેમેરા હોય તો શું દુનિયા એક સર્વેલન્સ નેટવર્ક બની જશે? જોકે આ એક એવો સવાલ છે જેનો જવાબ હજી સુધી કોઈ પાસે નથી.

You Might Also Like

X પર આ ભૂલ કરી રહ્યાં હો તો ચેતી જજો, સસ્પેન્ડ થઈ શકો છો…

એક ચપટી એન્ટિમેટરનો વિસ્ફોટ આખા શહેરને ભસ્મ કરી દેશે, હિરોશિમા કરતાં ત્રણ ગણો વિનાશ સર્જાશે

ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત…

AI ને કારણે ભારતમાં 60 લાખ કોડર્સ નોકરી ગુમાવશે, સરકાર પાસે કોઈ બેક પ્લાન નહીં!

WhatsApp યુઝર્સ સાવધાન! સિમ કાર્ડ વગર એપ નહીં ચાલે, સરકાર 1 માર્ચથી નવા નિયમ લાગુ કરશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નીતિશ કુમાર રાજ્યસભાની ચૂંટણી લડશે તો બિહારના નવા CM કોણ બનશે? રેસમાં 3 દિગ્ગજ
Next Article યુદ્ધ વચ્ચે સોના ચાંદી માર્કેટની મજા બગડી, ભાવમાં મોટો ઘટાડો, કારણ ‘સુરક્ષિત’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ઝાલાવાડમાં ધૂળેટીનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપે વંચિત બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે મનાવ્યો રંગોત્સવ
ધુળેટી પર્વ પર દુર્ઘટનાઓની હારમાળા કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત, એક લાપતા
રાજકોટમાં કેકેવી ચોક પાસે ધુળેટીની રાત્રે યુવકની પથ્થરના ઘા ઝીંકી હત્યા
ચૂંટણી પહેલા રાજકોટમાં વિકાસની હારમાળા: 470 કરોડના કામો મંજૂર
હર્ષદ મંદિર-ઉપરકોટ કિલ્લા સહિતના સ્થળો માટે કરોડોની ગ્રાન્ટ ફાળવાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

X પર આ ભૂલ કરી રહ્યાં હો તો ચેતી જજો, સસ્પેન્ડ થઈ શકો છો…

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
SCIENCE-TECHNOLOGY

એક ચપટી એન્ટિમેટરનો વિસ્ફોટ આખા શહેરને ભસ્મ કરી દેશે, હિરોશિમા કરતાં ત્રણ ગણો વિનાશ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
SCIENCE-TECHNOLOGY

ભારત બન્યું જનરેટિવ AI એપ ડાઉનલોડ્સ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટ, જાણો વિગત…

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?