માણાવદર પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સહિતની બોડીની વરણી કરાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
માણાવદર નગરપાલિકાના ટાઉનહોલમાં નાયબ કલેકટર અને ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ મોહનભાઈ પનારા, ઉપપ્રમુખ તરીકે ભારતીબા કુંવરસિંહ ચુડાસમા અને કારોબારી અધ્યક્ષ તરીકે વિજયભાઈ બાટવીયા ની બિન હરીહરીફ વરણી કરવામાં આવી હતી.
- Advertisement -
નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ પનારાએ જણાવ્યું હતું કે, પાણી, રોડ-રસ્તા અને ગટરના પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપીને વિકાસના કામો કરવાની ખાતરી આપી હતી. આ તકે તેઓએ પાર્લામેન્ટ્રી બોર્ડ, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, નગર નગરપાલિકાના ચૂંટણી ઇન્ચાર્જ દિનેશભાઈ ખટારીયા, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનો પણ આભાર માન્યો હતો. જયારે માણાવદર વોર્ડ નંબર 6માં વર્ષોથી કોંગ્રેસની બેઠકો આવતી હતી ત્યારે આ આ ચૂંટણીમાં 4 માંથી 3 બેઠકો ભાજપને મળતા તે વોર્ડના ભારતીબા કુંવરસિંહ ચુડાસમા ને પણ ઉપપ્રમુખ પદ આપવામાં આવ્યું છે. માણાવદર નગર પાલિકાના પ્રમુખ જીતેન્દ્રભાઈ પનારા સાથે સંકળાયેલ છે ઉપરાંત માણાવદર નગરપાલિકામાં 2013 થી 2015 સુધી નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવેલ છે. 2019 થી શહેર ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી બજાવી ચૂકેલ છે.