કાલથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં
રવિવારે બપોરે રાજકોટમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદઘાટન અને સાંજે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત: સોમવારે રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવશે અને મેટ્રોમાં મુસાફરી કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે લેશે. કાલે 10 જાન્યુઆરીના રોજ બપોરના 4:25 કલાકે રાજકોટ હિરાસર એરપોર્ટ પર પહોંચશે જ્યાંથી સોમનાથ જવા રવાના થશે અને ત્યાં સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે તેમજ 11મીએ સવારે સોમનાથ મંદિરે દર્શન અને પૂજા કરી કાર્યક્રમની શરૂઆત કરશે. જેમાં શૌર્યયાત્રા અને ભવ્ય રોડ શો યોજાશે ત્યારબાદ સભાને સંબોધન કરશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે સોમનાથથી રાજકોટ આવવા માટે નીકળશે અને 1:30 કલાકે રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે ત્યાં વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરશે તેમજ પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે. આ સમિટમાં 350 વિદેશી ડેલિગેટ સહિત કુલ 5000થી વધુ ઉદ્યોગકારો જોડાશે. રાજકોટના વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમદાવાદ જવા માટે રવાના થશે. ત્યાં સાંજે 5 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. આમ એક જ દિવસમાં પ્રધાનમંત્રી મોદી ત્રણ જિલ્લાના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત 12મીએ સવારે 9 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. જે બાદ અમદાવાદના ઇન્કમટેક્સ પાસે આવેલા ઓલ્ડ હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં બેસીને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જશે. ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ
10 જાન્યુઆરી શનિવાર
04:25 – રાજકોટ એરપોર્ટ
05:35 – સોમનાથ હેલિપેડ
05:45 – સોમનાથ સર્કિટ હાઉસ (રાત્રિરોકાણ)
11 જાન્યુઆરી રવિવાર
9:45 – સોમનાથ મંદિરે દર્શન અને પૂજા
10:25 – શૌર્ય યાત્રા અને રોડ શો
11:00 – સભાને સંબોધન
12:10 – સોમનાથ હેલિપેડથી રાજકોટ આવવા નીકળશે
1:30 – રાજકોટ મારવાડી યુનિવર્સિટી
3:55 – રાજકોટ હેલિપેડથી અમદાવાદ જવા રવાના
5:00 – સાબરમતી આશ્રમની મુલાકાત
6:30 – ગાંધીનગર રાજભવન (રાત્રિરોકાણ)
12 જાન્યુઆરી સોમવાર
8:25 – અમદાવાદ સાબરમતી આશ્રમ
9:00 – સાબરમતી રિવરફ્રન્ટ
9:40 – જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધી મુસાફરી
10:55 – મહાત્મા મંદિરે કાર્યક્રમ
11:00 – ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના ચાન્સેલર સાથે મુલાકાત
2:30 – અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના



