સંસદમાં રાષ્ટ્રપતિના પ્રવચન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા બાદ આજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનો જવાબ વાળશે. ગઈકાલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટથી લઈને અમેરિકા સાથેના સંબંધો સહિતના મુદે સરકાર પર તડાપીટ બોલાવી હતી.
તો એઆઈએમઆઈએમના સાંસદ અશદુદીન ઓવેશીએ વકફ વિધાયક મુદે સરકારને ચેતવણી આપી હતી અને એક પણ મસ્જીદ છીનવવા નહીં દેવાય તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી.
- Advertisement -
પરંતુ આજે જ સંસદમાં વકફ સુધારા ખરડો રજૂ થાય તેવા સંકેત છે. અને ધમાલ પણ સર્જાશે. બીજી તરફ રાજયસભામાં પણ આ મુદે વિપક્ષો સરકારને ભીડવે તેવી શકયતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગ્યે લોકસભામાં તેમનો જવાબ રજુ કરશે.