યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારના દર્શન કર્યા, ત્યારબાદ રૂદ્રાભિષેક વિધિમાં જોડાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ઉત્તરાખંડના પ્રવાસે છે. આ યાત્રા દરમિયાન તેઓ શુક્રવારે સવારે 8.20 વાગ્યે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા કેદારના દર્શન કર્યા, ત્યારબાદ રૂદ્રાભિષેક વિધિમાં જોડાયા. આ દરમિયાન તેમની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર હતા. તેઓ ઉત્તરાખંડના આ બે તીર્થસ્થળોને રૂ. 3400 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટની ભેટ પણ આપશે.
- Advertisement -
Uttarakhand | Prime Minister Narendra Modi visits the Adi Guru Shankaracharya Samadhi Sthal in Kedarnath pic.twitter.com/NnkRNLBUJk
— ANI (@ANI) October 21, 2022
- Advertisement -
વડાપ્રધાન કેદારનાથ ધામમાં રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તે યાત્રિકોની સુવિધા અને ભીડને નિયંત્રિત કરવા માટે કેદારનાથમાં બનાવવામાં આવેલા નવા મંદાકિની આસ્થા પથ અને સરસ્વતી આસ્થા પથનું પણ નિરીક્ષણ કરશે અને આ પ્રોજેક્ટ્સ બનાવનારા કામદારો સાથે વાતચીત કરશે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન પ્રથમ વખત બદ્રીનાથમાં રાત્રિ રોકાણ કરશે અને ભારત-ચીન સરહદ પરના છેલ્લા સરહદી ગામ માના ગામમાં જનસભાને સંબોધશે. તેઓ ‘બોર્ડર વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ યોજનાની સમીક્ષા કરશે. વડાપ્રધાન ચાલુ બદ્રીનાથ માસ્ટરપ્લાન યોજનાની પણ સમીક્ષા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની મુલાકાત લીધી
#WATCH | PM Narendra Modi performs 'puja' at the Kedarnath Dham
(Source: DD) pic.twitter.com/9i9UkQ5jgr
— ANI (@ANI) October 21, 2022
પીએમ નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં પૂજા કરી હતી
PM મોદીની આ છઠ્ઠી કેદારનાથ યાત્રા
પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીની કેદારનાથની આ છઠ્ઠી મુલાકાત છે. પહેલીવાર તેઓ 3 મે 2017ના રોજ કેદારનાથ ધામ ગયા હતા. એ પછી 19 ઓક્ટોબર 2017માં તેમણે કેદારનાથ ધામમાં દર્શન કર્યા હતા અને પૂજા કરી હતી, સાથે સાથે અનેક નિર્માણકાર્યોનો શિલાન્યાસ પણ કર્યો હતો. 7 નવેમ્બર 2018માં દિવાળીના અવસર પર પીએમ મોદી કેદારનાથ ધામમાં દર્શન કરવા પહોંચ્યા હતા.