સતત ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ પીએમ મોદીએ ખેડૂતો અંગે એક મોટો નિર્ણય લીધો છે. તેમણે સોમવારે ખેડૂત સન્માન નિધિનો હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા છે. નવમી જૂને વડાપ્રધાન પદના શપથ લીધા બાદ આજે નરેન્દ્ર મોદીએ કાર્યાલય જઈને ચાર્જ સંભાળ્યો હતો. કાર્યાલયના પ્રથમ દિવસે જ પીએમ મોદીએ ખેડૂતોને કિસાન નિધિ હેઠળ આપવામાં આવતા નાણાં અંગે નિર્ણય લીધો હતો. કુલ 9.3 કરોડ લાભાર્થી ખેડૂતોને કુલ 20 હજાર કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે.
9.3 કરોડ ખેડૂતોને થશે લાભ
- Advertisement -
પીએમ મોદીએ વડાપ્રધાન ખેડૂત સન્માન નિધિનો 17 હપ્તો જારી કરવાની ફાઈલ પર હસ્તાક્ષર કરી દીધા. તેનાથી 9.3 ખેડૂતોને થશે લાભ અને લગભગ 20000 કરોડ રૂપિયાનું વિતરણ કરશે.
શું બોલ્યા વડાપ્રધાન?
ત્રીજા કાર્યકાળની શરૂઆત કરતાં પ્રથમ નિર્ણય લીધા બાદ વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. એટલા માટે સત્તામાં ફરી આવતા જ તેમના કલ્યાણ માટે પહેલો નિર્ણય કરી રહ્યા છીએ. આગામી સમયમાં પણ અમે ખેડૂતો અને ખેતી ક્ષેત્ર માટે વધુને વધુ કામ કરતા રહીશું.
- Advertisement -
સતત ત્રીજી વખત બન્યા વડાપ્રધાન
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ ઉપરાંત તેમની સાથે કેબિનેટ મંત્રી તરીકે 30 સાંસદો અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે પાંચ નેતાઓએ શપથગ્રહણ કર્યા છે. તેમજ મોદી 3.0માં રાજ્ય મંત્રી તરીકે 36 નેતાઓનો સમાવેશ કરાયો છે. જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી દેશના એવા બીજા નેતા છે જે સતત ત્રીજી વખત આ જવાબદારી મળી છે. દેશની નવી સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 31 કેન્દ્રીય મંત્રી, પાંચ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને 36 રાજ્ય કક્ષાના મંત્રી સામેલ કરાયા છે.