પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ સ્વીકાર્ય નથી
ખાસ-ખબર સંવાદદાતા
ૠ7 સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમામાં છે. આ દરમિયાન તેઓ ૠ7 સમિટમાં ભાગ લેવા માટે ત્યાં હાજર ઘણા દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે. આ પહેલા તેણે જાપાની અખબારને ખાસ ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ લેખિત મુલાકાતમાં તેમણે ૠ20ના પ્રમુખપદથી લઈને પરમાણુ હથિયારોના ઉપયોગ સુધીના અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે વૈશ્ર્વિક પડકારોને ઉકેલવામાં ૠ7 અને ૠ20 વચ્ચે સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે, તેમણે વિકાસશીલ અને ઉભરતા દેશોના પડકારોનો ઉકેલ શોધવામાં આંતરરાષ્ટ્રીય સમુદાયનું નેતૃત્વ કરવાની તેમની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ખાદ્ય સુરક્ષા અને શાંતિ અને સુરક્ષા જેવા વૈશ્ર્વિક પડકારોનો સામનો કરવા માટે ૠ7 અને ૠ20 વચ્ચે સહયોગને મજબૂત બનાવવો જરૂરી છે. આ દરમિયાન પરમાણુ હુમલા અંગે વાત કરતા તેમણે કહ્યું કે પરમાણુ હથિયારોનો ઉપયોગ કોઈપણ કિંમતે સ્વીકાર્ય નથી. તે વિશ્ર્વને પરમાણુ હથિયાર મુક્ત બનાવવા માંગે છે અને આ માટે તે વિશ્ર્વના તમામ દેશો સાથે કામ કરવા તૈયાર છે.
- Advertisement -
મિટિંગમાં બાઇડન સામે ચાલીને મોદીને મળ્યા: વર્લ્ડ લીડર્સની વચ્ચે બાઇડન સીધા મોદીની ખુરસી સુધી ગયા
જાપાનના હિરોશિમા શહેરમાં ૠ-7 બેઠક દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓ સામે ચાલીને મોદીને મળ્યા હતા અને ભેટ્યા હતા. આ પહેલાં પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ થઈ હતી. મોદીએ કહ્યું હતું કે જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે તેમની સારી વાતચીત થઈ. અમે ભારત-જાપાન સંબંધોને વધુ સુધારવા પર ભાર મૂક્યો હતો. આ પહેલાં પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. મોદીએ કહ્યું, આજે પણ ‘હિરોશિમા’ શબ્દ સાંભળીને દુનિયા ડરી જાય છે. ૠ-7 સમિટ માટે મારી જાપાનની મુલાકાત દરમિયાન મને મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવાની તક મળી.
- Advertisement -
રશિયા-યુક્રેન વિવાદ વાતચિત દ્વારા ઉકેલવો જોઈએ
આ સિવાય પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને સમગ્ર મુદ્દાને શાંતિ અને વાતચીત દ્વારા ઉકેલવા પર ભાર મૂક્યો હતો. તેમના મતે, યુદ્ધની આગમાં સળગી રહેલા લોકોના ભલા માટે રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને વાતચીત અને કૂટનીતિ દ્વારા ઉકેલવો જોઈએ.