જૂનાગઢ કૃષિ યુનિ. ખાતેથી 31મી મેએ વર્ચ્યુઅલી પ્રતિભાવો મેળવાશે
ખાસ ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે. આ સમારોહની પૂર્વ તૈયારીઓના સંદર્ભે કલેકટર રચિત રાજના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જૂનાગઢ જિલ્લા સેવા સદન ખાતે મળેલી આ બેઠકમાં કલેકટરએ પ્રધાનમંત્રીનો કાર્યક્રમ વર્ચ્યુઅલી હોવાથી ઈન્ટરનેટ કનેક્ટીવીટી અવિરત જળવાઈ રહે માટે ખાસ તકેદારી લેવા સૂચના આપી હતી. તેમ જ સુચારુ વ્યવસ્થા અને કાર્યક્રમની ગરિમા જળવાઈ રહે માટે સબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતાં.
- Advertisement -
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, આસિસ્ટન્ટ કલેક્ટર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ. એસ. મંડોત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.