વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને યુએઈના પ્રવાસ માટે રવાના થયા છે. તેઓ ફ્રાન્સમાં વેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સાથે જ PM મોદી પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુરુવારે (13 જુલાઈ) ફ્રાન્સ જવા રવાના થયા છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, PM નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. અહીંના ઓર્લી એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવશે. ફ્રાન્સમાં યોજાનારી બેસ્ટિલ ડે પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશેષ અતિથિ (special guest) તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદી ફ્રાન્સના આ પ્રવાસના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13 અને 14 જુલાઈએ ફ્રાન્સની મુલાકાત લેશે. મળતી માહિતી મુજબ, પીએમ મોદી ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટના અધ્યક્ષ ગેરાર્ડ લાર્ચર સાથે મુલાકાત કરશે.
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi departed from Delhi for Paris, France earlier this morning.
He will take part in the Bastille Day celebrations as the Guest of Honour on July 14. During his visit, he will hold discussions with French President Emmanuel Macron and other… pic.twitter.com/nXjlXDwfKv
— ANI (@ANI) July 13, 2023
- Advertisement -
PM મોદીનું આજનું શેડ્યૂલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના શેડ્યૂલની વાત કરીએ તો તેઓ આજે સાંજે 4 વાગ્યે પેરિસ પહોંચશે. સાંજે સેનેટના અધ્યક્ષ સાથે મુલાકાત કર્યા બાદ લગભગ નવ વાગ્યે ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન સાથેની બેઠકમાં સામેલ થશે. રાત્રે લગભગ 11 વાગ્યે PM મોદી પેરીસમાં લા સીમ મ્યુઝિયમ ખાતે ભારતીયોને સંબોધન કરશે. આ પછી પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ડિનરમાં સામેલ થવા એલીસી પેલેસ પહોંચશે.
પીએમ મોદી બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે
વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ બુધવારે (12 જુલાઈ) જણાવ્યું હતું કે, PM મોદી ગુરુવારે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચશે. તેમણે કહ્યું, “PM મોદીના પ્રવાસનો મુખ્ય ઔપચારિક ભાગ 14 જુલાઈથી શરૂ થશે. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ સમારોહ- બેસ્ટિલ ડેમાં વિશેષ અતિથિ તરીકે સામેલ થશે.” તેમણે કહ્યું હતું કે, “ બેસ્ટિલ ડે પરેડમાં ભારતીય વાયુસેનાના ત્રણ વિમાનો સાથે સશસ્ત્ર દળોની ત્રિ-સેવાની એક મોટી ટુકડી પણ ભાગ લેશે. બેસ્ટિલ ડેની સમારોહના અંતે ભારતીય વાયુસેનાના વિમાન ફ્લાયપાસ્ટ કરશે.”
ફ્રાન્સ બાદ UAE જશે PM મોદી
ફ્રાન્સનો બે દિવસનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી 15 જુલાઈએ અબુ ધાબી જશે, જ્યાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ અને અબુ ધાબીના શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ઉર્જા, ખાદ્ય સુરક્ષા, સંરક્ષણ સહિત વિવિધ ક્ષત્રો દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવા માટે વાતચીત કરશે.