દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અદિલાબાદમાં રૂ. 56,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેલંગાણા કોંગ્રેસના મુખ્યમંત્રીએ રેવન્ત રેડ્ડીએ 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા માટે વડાપ્રધાન મોદીના વિઝનને સમર્થન આપતા અને વિકાસલક્ષી યોજનાઓ માટે તેમની પ્રશંસા કરીને ગુજરાત મોડલ અપનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, અમારે પણ , સાબરમતી રિવર જેવો વિકાસ કરવો છે.
Addressing a massive public meeting in Adilabad. People of Telangana connect with the BJP's development agenda.https://t.co/p0zzQ47Q9D
- Advertisement -
— Narendra Modi (@narendramodi) March 4, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 અને 5 તારીખે તેલંગાણાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ઘણા વિકાસ પ્રોજેક્ટમાં ભાગ લીધો. આદિલાબાદ, તેલંગાણામાં એક જાહેર કાર્યક્રમમાં, વડા પ્રધાન મોદીએ રૂ. 56,000 કરોડથી વધુની કિંમતના પાવર, રેલ અને રોડ ક્ષેત્રો સાથે સંબંધિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં અમારી સરકારે તેલંગાણાના વિકાસ માટે ખૂબ પૈસા ખર્ચ્યા છે.
- Advertisement -
આપણા માટે વિકાસ એટલે ગરીબમાં ગરીબનો વિકાસ, દલિતો, વંચિત લોકો અને આદિવાસીઓનો વિકાસ. અમારા પ્રયાસોનું પરિણામ છે કે આજે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. અમારી ગરીબ કલ્યાણ યોજનાઓને કારણે આ શક્ય બન્યું છે. વિકાસના આ અભિયાનને આગામી 5 વર્ષમાં વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે.