ગુજરાતની 26 બેઠકો ઉપર પ્રજાએ 26 કમળ ખીલવવા તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત કરવાનો સંકલ્પ કરી લીધો છે : રાજુ ધ્રુવ
રાજ્યની પ્રથમ એઇમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, સિગ્નેચર બ્રિજ, ધાર્મિક સ્થળોનો વિકાસ, સૌની યોજના, રો રો ફેરી, સહિતની યોજનાઓથી સમગ્ર પ્રદેશનો અભૂતપૂર્વ વિકાસ: રાજુભાઇ ધ્રુવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
પ્રખર રાષ્ટ્રવાદી નેતા અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે લીધેલા સંકલ્પને પરિપૂર્ણ કરવામાં આપણે સહયોગ આપવાનો સુવર્ણ અવસર નજીક આવી રહ્યો છે અને આગામી તા. 7મી મેએ ગુજરાતની 26 બેઠકો ઉપર મતદાન થવાનું છે ત્યારે ગુજરાતની પ્રજાએ 26 કમળ ખીલવવાનો સંકલ્પ કરી લીધો છે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે એક નિવેદનમાં કહ્યું છે કે, રાજકોટ જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ નરેન્દ્ર મોદીની ત્રીજી જીત માટે આતુર છે અને ભાજપને સમગ્ર દેશમાં ચારસોથી વધુ બેઠક આપીને એક ઈતિહાસના સાક્ષી બનવા થનગને છે.
રાજુ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ અને સૌરાષ્ટ્રને વિકાસ કાર્યોની ખોબલે ખોબલે ભેટ આપી છે અને લાખ્ખો લોકો તેના મીઠા ફળ ચાખી રહ્યા છે ત્યારે તેમનું આ ઋણ ચૂકવવાનો સુવર્ણ અવસર પ્રજાને પ્રાપ્ત થયો છે. રાજુ ધ્રુવે કહ્યું છે કે, રાજકોટ-સૌરાષ્ટ્રનું નામ પૂરા રાષ્ટ્રથી લઈ વિશ્વભરમાં ગુંજતું થાય તે માટે નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક પગલાઓ ભર્યા છે અને રાજકોટ-સૌરાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય કક્ષાની ભેટ ધરી છે. રાજકોટને આંતરરાષ્ટ્રીય કક્ષાની એઈમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ અને રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેક રેલવે લાઈનની મળી છે. આ સિવાય ઓખા અને બેટ દ્વારકા વચ્ચે 984 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આઇકોનિક સિગ્નેચર બ્રીજની ભેટ પણ મળી છે. આ પહેલા પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા ગાંધી મ્યુઝિયમ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો લાઈટહાઉસ પ્રોજેક્ટ, આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્માર્ટસિટી પ્રોજેક્ટ, સોમનાથ મહાદેવ વિસ્તારનો સર્વાંગીણ વિકાસ, પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદે મરિન કમાન્ડો હેડકવાટર્સ, ભાવનગર-સુરત વચ્ચે રો-રો ફેરી સર્વિસ, જામનગર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની આયુર્વેદીક યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ વગેરેની ભેટ નરેન્દ્ર મોદીએ રાજકોટ-સૌરાષ્ટ્રને ધરી છે.
- Advertisement -
નર્મદાનું પાણી રાજકોટ-સૌરાષ્ટ્રને મળે અને પાણીની સમસ્યા દૂર થાય તે માટે પ્રધાનમંત્રી બન્યા બાદ પણ તેમણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા એટલું જ નહીં અહીં આવેલા ઉદ્યોગોનો વિકાસ થાય, લોકોનું જીવનધોરણ સુધરે, ખેડૂતોની આવક બમણી થાય અને છેવાડાના માનવીને પણ સિંચાઈ, દવાઈ, પઢાઈ, કમાઈ મળી રહે તે માટેની વિવિધ યોજનાની ભેટ આપી છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રીન્યુએબલ એનર્જી પાર્ક, જામનગર ખાતે વિશ્વ આરોગ્ય સંસ્થાનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડીસીન, મેડીકલ કોલેજ, ભારતમાલા પરિયોજના હેઠળ રોડ રસ્તાનું નિર્માણ, સ્માર્ટ સિટી મિશન હેઠળ રાજકોટ સહિત રાજ્યના 6 શહેરોની પસંદગી, ભુજમાં સ્મૃતિવન સ્મારકનું નિર્માણ અને અંજાર ખાતે વીર બળ સ્મારકનું નિર્માણ, ભાવનગરમાં વિશ્વના પ્રથમ સી.એન.જી. ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ, દહેજ-ઘોઘા ફેરી સર્વિસ, સોમનાથમાં પ્રવાસન વિકાસ કાર્યો, જુનાગરના ગીરનાર ઉપર એશિયાનો સૌથી મોટો રોપ-વે સહિતના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટની ભેટ મળી છે.
સૌરાષ્ટ્ર માટે નરેન્દ્રને વિશેષ પ્રેમ છે તે વાતનો સૌથી મોટો પુરાવો સૌની યોજના છે. સૌરાષ્ટ્રના ખેડુતો સિંચાઈના પાણી માટે વર્ષો સુધી સંઘર્ષ કરતા હતા. કોંગ્રેસની સરકારોએ પાણી ન આપ્યું. નરેન્દ્રએ સૌની યોજનાનો અમલ 2016 થી કર્યો અને સૌરાષ્ટ્રના 115 ડેમ નર્મદાના પાણીથી ભરવાનો સંકલ્પ કરી તેનો અમલ પણ કર્યો. આજે રાજકોટનો આજી ડેમ, મોરબીનો મચ્છુ ડેમ, ગાંડલનું વેરી તળાવ એ બધું ઊનાળામાં પણ છલોછલ રહે છે તે આ બધું ” સૌની યોજના”ને આભારી છે અને “સૌની યોજના” વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આભારી છે. આજે આ યોજનાના ફળ સમગ્ર સૌરાષ્ટ્ર ની પ્રજા ને મળી રહ્યા છે. રાજુ ધ્રુવે અંતમાં એમ પણ જણાવ્યું છે કે, વડાપ્રધાન તરીકે આરૂઢ થયા પછી નરેન્દ્ર મોદીએ નોટબંધી, 370મી કલમ નાબુદી, મેઇક ઇન ઇન્ડીયા, ડીજીટલ ઇન્ડિયા, વડપ્રધાન ઉજ્જવલા યોજના, સર્જીકલ સ્ટ્રાઈક, ત્રણ તલાકમાંથી મુક્તિ, યોગ દિવસની ઉજવણી, સ્વચ્છ ભિારત યોજના, સી.એ.એ. નો અમલ, આયુષ્યમાન યોજના સહિતની અનેક યોજનાઓ અને ભેટ દેશને આપી છે. એટલું જ નહી વિશ્વસ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. આ ચૂંટણીમાં વડાપ્રધાનનાં હાથ મજબુત કરવા માટે ભાજપના ઉમેદવારને વિજયી બનાવીને વિકાસના વધુ દ્વાર ખોલવાની તક મળી છે.