વડાપ્રધાન મોદીએ માતા હીરાબાનું આજે સવારે નિધન થયું પણ આ દુઃખના સમયમાં પણ વડાપ્રધાન મોદી તેમના કર્તવ્યોથી પાછળ નહીં હટે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેઓને છેલ્લાં એક-બે દિવસથી અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેઓની સતત સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત નાદુરસ્ત થતાં માતાને મળવા માટે ખુદ PM મોદી પણ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. તદુપરાંત હોસ્પિટલે મેડિકલ બુલેટિન પણ ગઇકાલે જાહેર કર્યું હતું. જેમાં તેઓની તબિયત સુધારા પર આવી ગઇ હતી. પરંતુ આજે સવારમાં તેઓનું દુ:ખદ નિધન થયું છે. જેની ખુદ PM મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.
- Advertisement -
PM @narendramodi will join today’s scheduled programmes in West Bengal via video conferencing. These programmes include the launch of key connectivity related projects and the meeting of the National Ganga Council. https://t.co/eqOSpQcFZe
— PMO India (@PMOIndia) December 30, 2022
- Advertisement -
હીરાબાએ 18 જૂન 2022ના રોજ 100 વર્ષ પૂરા કરી લીધા હતા. છેલ્લાં 2 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. PM મોદીએ માતા હીરાબાના નિધન પર ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
વડાપ્રધાન મોદી તેમના કર્તવ્યોથી પાછળ નહીં હટે
માતાના નિધનના આ દુઃખદ પળોમાં પણ PM મોદી તેમના કર્તવ્યોથી પાછળ નથી હટ્યા. હાલ જ PMO ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પરથી જાણકારી આપવામાં આવી છે કે વધપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં આજના નિર્ધારિત કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાશે. આ કાર્યક્રમોમાં કનેક્ટિવિટી સંબંધિત ચાવીરૂપ પ્રોજેક્ટ્સ અને રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠકનો સમાવેશ થાય છે.’ તમને જણાવી દઈએ કે 30મી ડિસેમ્બરના એટલે કે આજે પશ્ચિમ બંગાળમાં રાજ્યના વિકાસના માર્ગ માટે PM મોદી રૂ. 7800 કરોડના ખર્ચે કરાયેલ વિકાસના કામોનું ઉદ્ઘાટન અને તેનો શિલાન્યાસ કરશે.
We thank everyone for their prayers in these tough times. It is our humble request to everyone to keep the departed soul in their thoughts and continue with their pre decided schedule and commitments. That would be a befitting tribute to Hiraba: PM Modi family Sources https://t.co/BHfAOASg48
— ANI (@ANI) December 30, 2022
વડાપ્રધાન મોદીના પરિવારનું નિવેદન
દુ:ખની ઘડીમાં તમારી પ્રાર્થનાઓ માટે આભાર, આપ સૌને વિનમ્ર પ્રાર્થના કે દિવંગત આત્માને પોતાના વિચારોમાં રાખો અને પોતાના પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અને પ્રતિબદ્ધતાઓને યથાવત્ રાખો, આ જ હીરાબાને સાચી શ્રદ્ધાંજલિ હશે.