150 કરોડના ખર્ચે બની હોસ્પિટલ: 750 બેડની સુવિધા ઉપલબ્ધ, નિષ્ણાત તબીબો સહિત 1250નું મહેકમ મંજૂર
30 ટકાની ભરતી થઈ ગઈ, ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, લેબ ટેક્નિશિયન સહિતનો સ્ટાફ તૈનાત
- Advertisement -
એઈમ્સ જેવી જ અદ્યતન સુવિધાઓનો રાજીપો વ્યક્ત કરતા સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ત્રિવેદી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં રાજ્યની સૌથી મોટી ઝનાના હોસ્પિટલ ઉભી કરાઈ છે. જેનું લોકાર્પણ સંભવત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે 25મી ફેબ્રુએ થનાર છે. આ કાર્યક્રમને અનુલક્ષીને તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે ખાસ-ખબર દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ડેન્ટ ડૉ. રાધેશ્યામ ત્રિવેદી પાસે માહિતી મેળવવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, 150 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં 750 બેડની સુવિધા ઉપલબ્ધ છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રિડેન્ટેન્ડેન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદીએ ખાસ-ખબર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરને જનાના હોસ્પિટલમાં મળનારી અદ્યતન સુવિધાઓ અંગે ખુશી વ્યકત કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગાયનેક અને પીડિયાટ્રીક સાથે બાયો કેમિસ્ટ્રી, માઈક્રોબાયોલોજી અને પેથોલોજીની અદ્યતન સાવલત શરૂ થશે. રેડિયોલોજી વિભાગમાં એક્સરે અને અલ્ટ્રાસોનોગ્રાફીનો દર્દીઓને લાભ મળવા લાગશે.
ફામાસિસ્ટની ટીમ સાથે સીસ્ટમ મેનેજર અને દવાઓ અને કેશબારી માટે એમ.આર. મેનેજર ટીમથી તમામ આરોગ્ય સવલતો પરત્વે દેખરેખ રખાશે.અદ્યતન ઝનાના હોસ્પિટલમાં અગાઉના મહેકમ ઉપરાંત 1250નું મહેકમ મંજુર કરાયું છે. જે પૈકી 30 ટકા જગ્યા પર નિમણુંકો ઓર્ડર આપી દીધા છે.બાકીના 70 ટકા જગ્યા પર હોસ્પિટલનો લોકાર્પણ બાદ ક્રમશ: ભરતી કરાશે તેવું ડો. આર.એસ. ત્રિવેદીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું ઔ સિવાય ડીઆઈસીસેન્ટર અને મોડ્યુલર સીટીની સુવિધા અહીં ઉપલબ્ધ થશે. હોસ્પિટલ ચોકમાં ઉભી થયેલી 11 માળની અદ્યતન જનાના હોસ્પિટલમાં દરેક માળ પર કેટલી બેડની વ્યવસ્થામાં ગ્રાઉન્ડ ફ્લોરમાં 26 બેડ, પ્રથમ માળે 57, બીજા માળે 82, ત્રીજા માળે 122, ચોથા માળે 17, પાચમા માળે 56, છઠ્ઠા માળે 112, 7મા માળે 118, આઠમાં માળે 36, 9માં માળે 114, દસમા માળે 53 બેડ અને અગિયારમાં માળે પીડિયાટ્રીક, ગાયનેક ડિપાર્ટમેન્ટની ઓફિસ, સીએસએસડી એરિયા, એચવીએસી કિચન અને ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરાઈ છે. 150 કરોડના ખર્ચે ઉભી થયેલી જનાના હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રીશન, ફાર્માસિસ્ટ, પેરામેડિકલ સ્ટાફ, ટેડિયો લોજીસ્ટ, એનેસ્થેટીસ, નર્સિંગ સુપ્રીન્ટેન્ડેન્ટ, નર્સિંગ સ્ટાફ, અધિકારીઓ, કર્મચારીઓ, વર્ગ-4ના કર્મચારીઓ, સિનિયર રેસીડેન્ટ ડોક્ટર્સ, ડેપ્યુટી નર્સિંગ, સુપ્રીન્ટેન્ડેન્ટ, વિ. તબીબી સ્ટાફ દર્દીઓની સેવામાં
ખડેપગે રહેશે.
- Advertisement -
સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્કબૅન્ક કાર્યરત કરાશે ઝનાના હોસ્પિટલમાં
જનાના હોસ્પિટલમાં ઉભી થનારી અદ્યતન સુવિધાઓમાં વધુ એક યશકલગીરૂપ સુવિધા બાબતે સુપ્રીટેન્ડેન્ટ ડો. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્કબેન્ક ઝનાનામાં શરૂ કરાશે આ બેન્કમાં માતાનું ધાવણ સ્ટોર કરાશે, મધર ચાઈલ્ડ મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અંતર્ગથ અહીં એકત્ર કરાયેલ માતાઓના દુધને માતા વિહોણા બાળકો સુધી પહોંચાડાશે તેઓએ વધુમાં કહ્યું કે, પ્રાપ્ત દુધની ચકાસણી કરી, ફિલ્ટર કર્યા બાદ આશરે 10 દિવસ સુધી સ્ટોરેજ કરી શકાય છે. મિલ્કત બેન્કમાં ડોનર માતાઓ સમક્ષ સહયોગની તંત્રને આશા છે.
એઈમ્સ જેવી જ અદ્યતન સુવિધાઓ ઝનાનામાં ઉપલબ્ધ
સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અહીં 750-800 બેડની સુવિધા વચ્ચે દર્દી આસમાને કોઈ તકલીફ ન પડે તેવી આરોગ્યલક્ષી સુવિધાઓ ઉભી કરવા અને તેના અમલીકરણ માટે ટોપ ટુ બોટમ તબીબો, નર્સિંગ સ્ટાફ, ટેસીડેન્ટ ડોક્ટરોને જરૂરી માર્ગદર્શન અને સુચના અપાઈ ગઈ છે. એક તબક્કે શહેરમાં જ ઉભી થનાર એઈમ્સ જેવી જ સુવિધા ઝનાના હોસ્પિટલમાં ઉભી કરવાનો આશાવાદ ડો. ત્રિવેદીએ વ્યક્ત કર્યો હતો.