વડાપ્રધાન મોદી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ડિસેમ્બરમાં અયોધ્યામાં આવવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તેઓ 30 ડિસેમ્બરના મુલાકાત લેશે. આ દિવસો વડાપ્રધાન મોદી શ્રીરામ આતંરરાષ્ટ્રીય એરપોર્ટ અને અયોધ્યાધામના વિશ્વસ્તરીય રેલ્વે સ્ટેશનની સાથે કેટલાય પ્રોજકેટની ભેટ આપશે.
અયોધ્યા વિધાયક વેદ પ્રકાશ ગુપ્તાએ જણકારી આપતા તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી 30 ડિસેમ્બરના દેશના સૌથી સુંદર એરપોર્ટ અને રેલ્વે સ્ટેશનની સાથે કેટલીય મોટી યોજનાઓનું લોકાર્પણ કરશે. ત્યાંના લોકો ભાગ્યશાળી છે કે, અયોધ્યા વિશ્વની શ્રેષ્ઠતમ નગરી બનશે.
- Advertisement -
વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આ વિશષ્ટ ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ આપવાની સાથે પ્રવાસન નગરીના રૂપમાં પણ વિકસિત કરવામાં આવશે. એરપોર્ટ અને અયોધ્યાધામ રેલ્વેસ્ટેશનનું લોકાપર્ણ થયા પછી તેઓ આર્થિક પ્રગતિને નવી ઉડાન મળશે. તેમનો લાભ અયોધ્યાવાસીઓને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન અયોધ્યાથી દિલ્હી માટે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરી શકે છે.
લખનૌમાં 20થી 23 જાન્યુઆરી સુધી હોટલોના એડવાન્સ બુકિંગ ફુલ
અયોધ્યામાં રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ધ્યાનમાં રાખીને 2 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી લખનૌની હોટલોની એડવાન્સ બુકિંગ ફુલ છે. લખનૌ હૌટલ એસોસિએશનની સાથે શુક્રવારના કલેક્ટ્રેટ પરિસરમાં થયેલી બેઠકમાં મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદે આ બાબતે આદેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે, હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા પોતાન કર્મચારીઓને પ્રશિક્ષણ આપે. મહેમાનોને કોઇ જ પ્રકારની અગવડતા કે વધારે ચાર્જ વસુલવામાં આવે નહીં.