ભાજપે પોતાના લોકસભાના સાંસદો માટે ત્રણ લાઇનનો વ્હિપ જહેર કર્યો છે. ભાજપે પોતાના બધા સાંસદોને આજે સદનમાં હાજર રહેવા માટે જણાવ્યું છે. ભાજપના અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજુ કરશે. જણાવી દઇએ કે, વર્તમાનમાં સંસદમાં બજેટ સત્ર ચાલુ છે. સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણથી શરૂ થઇ હતી. વડાપ્રધાન મોદી આજે આ અભિભાષણ માટે રાષ્ટ્રપતિને ધન્યવાદ કરશે.
Prime Minister Narendra Modi to reply to the Motion of Thanks to the President's Address in Lok Sabha tentatively at 5 pm today.
- Advertisement -
(File pic) pic.twitter.com/6IOpYKZNWU
— ANI (@ANI) February 5, 2024
- Advertisement -
સંસદના બજેટ સત્રની શરૂઆત થઇ ચુકી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બજેટ સત્રની શરૂઆતના અવસર પર લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કરશે. તેમણે લગભગ 74 મિનટના સંબોધનમાં સરકારના વિઝન અને દેશમાં છેલ્લા 10 વર્ષના સમયગાળામાં થયેલા કાર્યોના વિસ્તારનો ઉલ્લેખ કર્યો છએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમાં અધ્યોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કર્યો હતો. જેના પર સંસદમાં હાજર સભ્યોએ તાલી વગાડીને આ નિવેદનની ખુશી વ્યક્ત કરી હતી.