– ફ્રાન્સની ‘બૈસ્ટિલ પરેડ’માં ભારતીય સેનાની સિખ રેજિમેન્ટ ભાગ લેશે
પંજાબ રેજિમેન્ટના સૈનિક 107 વર્ષ બાદ પેરિસમાં બૈસ્ટિલ-ડે પરેડમાં માર્ચ કરવા માટે તૈયાર છે. વિશ્વ યુદ્ધ-1માં ફ્રાન્સની સેનાઓ સાથે લડતા ભારતીય સૈનિકો, સંભવત: સિખ રેજિમેન્ટના યોગદાનના પૂરાવા તેમાં ઉપલબ્ધ છે. 100થી વધુ વર્ષ બાદ પંજાબ રેજિમેન્ટના સૈનિક જે અત્યારે ભારતીય સેનાનો હિસ્સો છે તેઓ ફ્રાન્સ પહોંચી ચૂક્યા છે.
- Advertisement -
પંજાબ રેજિમેન્ટના સૈનિક 14 જૂલાઈથી પેરિસમાં યોજાનારી બૈસ્ટિલ-ડે પરેડમાં ભાગ લેશે. આ એક ઐતિહાસિક ક્ષણ હશે. આ વર્ષની પરેડ અત્યંત મહત્ત્વપૂર્ણ છે કેમ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસના સન્માનનિય અતિથિ રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે. રક્ષા મંત્રાલય તરફથી મળેલી જાણકારી પ્રમાણે 77 માર્ચિંગ કર્મીઓની એક સેના ટુકડી, બેન્ડના 38 સભ્યો ઉપરાંત નૌસેના તેમજ વાયુસેનાની એક ટુકડી પરેડનો હિસ્સો બનશે.
રાફેલ લડાકુ વિમાન પણ ફ્લાઈપાસ્ટનોભાગ બનશે. ટુકડીનું પ્રતિનિધિત્વ પંજાબ રેજિમેન્ટના પાઘડી બાંધેલા જવાનો કરશે જે ભારતીય સેનાની સૌથી જૂની રેજિમેન્ટ પૈકીની એક છે.
રેજિમેન્ટે બન્ને વિશ્વ યુદ્ધની સાથે જ આઝાદી બાદનાઓપરેશનોમાં ભાગ લીધો છે. બૈસ્ટિલ ડે પરેડ ફ્રાન્સમાં દર વર્ષે જૂલાઈમાં યોજાનારી એક સ્પેશ્યલ પરેડ છે. આ દિવસે ફ્રાન્સીસી ક્રાંતિની શરૂઆતની યાદના સ્વરૂપે મનાવવામાં આવે છે. આ પરેડનું આયોજન 1880થી દર વર્ષે 14 જૂલાઈએ જ કરવામાં આવે છે.
- Advertisement -