હાલમાં જપ્રધાનમંત્રી મોદીને ગુયાના અને ડોમિનિકાએ સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા હતા. ત્યારે હવે વડાપ્રધાન મોદીને અમેરિકામાં વિશ્વ શાંતિ પુરસ્કાર મળશે. જાણો કોને અને કેમ જાહેરાત કરવામાં આવી.
અમેરિકામાં નવું લઘુમતી સંગઠન શરૂ
- Advertisement -
અમેરિકામાં ભારતીય-અમેરિકનોએ એક થઈને એક નવું લઘુમતી સંગઠન શરૂ કર્યું છે. શુક્રવારે (22 નવેમ્બર) મેરીલેન્ડમાં સ્લિગ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ચર્ચમાં એક કાર્યક્રમ દરમિયાન એસોસિયેશન ઓફ ઈન્ડિયન-અમેરિકન માઈનોરિટીઝ (AIAM)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનો ઉદ્દેશ્ય ભારતીય-અમેરિકન વસાહતીઓમાં લઘુમતીઓને એકસાથે લાવવાનો અને તેમની સારી સ્થિતિ માટે કામ કરવાનો છે.
ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત
AIAMની રચના કેમ કરવામાં આવી
નોંધનીય છે કે, AIAMની રચનાના મુખ્ય ધ્યેયોમાંનું એક અમેરિકામાં ભારતીય-અમેરિકનોની એકતા સુનિશ્ચિત કરવાનું છે. AIAMએ શીખ પરોપકારી જસદીપ સિંહને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત તેના સાત સભ્યોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં બલજિંદર સિંહ, સુખપાલ ધનોઆ (શીખ), પવન બેઝવાડા, એલિશા પુલિવર્તી (ખ્રિસ્તી), દીપક ઠક્કર (હિંદુ), જુનેદ કાઝી (મુસ્લિમ) અને નિસિમ રુબેન (યહૂદી)નો સમાવેશ થાય છે.