વડાપ્રધાન મોદી પોતાના 6 દિવસના વિદેશ પ્રવાસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે અને વિશ્વમાં ફરી એકવાર ભારતનો ડંકો વાગશે.
આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થશે. જણાવી દઈએ કે પીએમ મોદી પોતાના 6 દિવસના વિદેશ પ્રવાસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે અને વિશ્વમાં ફરી એકવાર ભારતનો ડંકો વાગશે. આ સાથે જ ફરી એકવાર મોદી-બાઈડનની મહામુલાકાત પણ થશે.
- Advertisement -
જણાવી દઈએ કે પોતાના 6 દિવસના વિદેશ પ્રવાસમાં વડાપ્રધાન મોદી સૌથી પહેલા જાપાનમાં G-7 કોન્ફરન્સમાં ભાગ લેશે અને ત્યારપછી પાપુઆ ન્યુ ગિની ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન ફોરમની ત્રીજી સમિટનું આયોજન કરશે. સાથે જ છેલ્લા તબક્કામાં પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.
મોદીની ઐતિહાસિક મુલાકાત
– વડાપ્રધાન મોદી 6 દિવસની વિદેશ યાત્રા પર ત્રણ દેશોની મુલાકાત લેશે વડાપ્રધાન
– 19-21 મે સુધી જાપાનની મુલાકાત લેશે વડાપ્રધાન મોદી
– 22 મેના રોજ પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત લેશે વડાપ્રધાન મોદી
– 23 મેના રોજ ઓસ્ટ્રેલિયા જશે વડાપ્રધાન મોદી
– 6 દિવસમાં 40 મીટિંગમાં હાજરી આપશે
– ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે
Prime Minister @narendramodi to embark on three nation tour of #Japan, #PapuaNewGuinea and #Australia this morning.
- Advertisement -
On the first leg of his tour, PM Modi to attend #G7Summit in #Japan at the invitation of Japanese Prime Minister #FumioKishida.@MEAIndia @PIB_India… pic.twitter.com/4dVuIE3BzM
— All India Radio News (@airnewsalerts) May 19, 2023
હિરોશિમામાં કરશે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ
અંહિયા એક વાત મહત્વની એ પણ છે કે મુલાકાતના પહેલા તબક્કામાં પીએમ મોદી જાપાનની મુલાકાત લેશે જ્યાં પીએમ G-7ના પ્લેટફોર્મ પર વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને પહેલા તબક્કામાં પીએમ મોદી હિરોશિમામાં G-7 સમિટમાં ભાગ લેશે. મોદી અને બાઈડન જી-7 પ્લેટફોર્મ પર જ દ્વિપક્ષીય બેઠક કરશે, જ્યારે પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય સહયોગ પર પણ ચર્ચા કરશે. આ સાથે જ પીએમ મોદી હિરોશિમામાં ગાંધીજીની પ્રતિમાનું પણ અનાવરણ કરશે.
22 મેના રોજ ન્યૂ પાપુઆ ગિની જશે
જાપાનની મુલાકાત પછી પીએમ મોદીના પ્રવાસનો આગામી સ્ટોપ 22 મેના રોજ ન્યૂ પાપુઆ ગિની હશે. નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનાર ભારતના પ્રથમ પીએમ હશે. વડાપ્રધાન FIPIC બેઠકમાં ભાગ લેશે. પપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરશે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મુલાકાત
આ પછી પીએમ મોદી 23 મેના રોજ ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં સિડનીમાં પીએમ ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને ઓસ્ટ્રેલિયાના પીએમને મળશે. આ પછી 24મી મેના રોજ દ્વિપક્ષીય બેઠક થશે.