- વડાપ્રધાન મોદી ગુજરાતથી મોડી રાત્રે સીધા જ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા અને મધરાત્રે શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર ફોર લેનનું નિરીક્ષણ કર્યું
ગઇકાલે વડાપ્રધાન મોદી ગુજરાતથી સીધા જ મોડી રાત્રે જ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. મહત્વનું છે કે, આજે વડાપ્રધાન મોદી અહીં ઘણા વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરશે. વડાપ્રધાન મોદી જ્યારે બાબતપુર એરપોર્ટ પર ઉતર્યા ત્યારે મુખ્યમંત્રી યોગી, ભાજપ UP અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી સહિત અનેક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ પછી તેમણે રોડ શો પણ કર્યો જે દરમિયાન ઘણી જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું.
આ તરફ જ્યારે વડાપ્રધાન મોદીનો કાફલો બનારસ લોકમોટિવ વર્કશોપના ગેસ્ટહાઉસ તરફ આગળ વધ્યો ત્યારે તેમના વાહનોનો કાફલો શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડ પર થંભી ગયો. જ્યાંથી વડાપ્રધાન મોદીએ ફોર લેનનું નિરીક્ષણ કર્યું. વડાપ્રધાન મોદી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. થોડીવાર રસ્તા પર લટાર માર્યા બાદ વડાપ્રધાન મોદી રાત્રે BLW ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા.
- Advertisement -
Upon landing in Kashi, inspected the Shivpur-Phulwaria-Lahartara Marg. This project was inaugurated recently and has been greatly helpful to people in the southern part of the city. pic.twitter.com/9W0YkaBdLX
— Narendra Modi (@narendramodi) February 22, 2024
- Advertisement -
વડા પ્રધાને જે ફોર લેન બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું તેનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. જેના કારણે શહેરના દક્ષિણ ભાગમાં રહેતા લોકોને ઘણી સગવડતા મળી છે. ખુદ વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી છે.
જાણો શું વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ ?
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ વારાણસીમાં બનાસ ડેરી કાશી કોમ્પ્લેક્સના ઉદ્ઘાટન સહિત અનેક વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં પણ સંત ભાગ લેશે. આ દરમિયાન સંત રવિદાસની પ્રતિમા, સંગ્રહાલય અને ઉદ્યાનનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
'विकसित भारत' के संकल्प को मूर्त रूप देने के लिए आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी निरंतर दृढ़ता के साथ क्रियाशील हैं।
उसी कड़ी में कल जनपद वाराणसी में ₹13,000 करोड़ से अधिक लागत की विभिन्न लोक-कल्याणकारी विकास परियोजनाओं की सौगात देने आ रहे हैं।
शिक्षा, सड़क, उद्योग,…
— Yogi Adityanath (@myogiadityanath) February 22, 2024
માહિતી આપતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, વડાપ્રધાન મોદી વારાણસીમાં 13 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરવા આવી રહ્યા છે. તેમણે લખ્યું, આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી વિકસિત ભારતના સંકલ્પને નક્કર આકાર આપવા માટે સતત નિશ્ચય સાથે કામ કરી રહ્યા છે. એ જ ક્રમમાં તેઓ ગઈકાલે વારાણસી જિલ્લામાં 13,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ જન કલ્યાણ વિકાસ પ્રોજેક્ટ્સ રજૂ કરવા આવ્યા છે. શિક્ષણ, રસ્તા, ઉદ્યોગ, પ્રવાસન, કાપડ અને આરોગ્ય ક્ષેત્રો સાથે સંબંધિત આ પ્રોજેક્ટ્સ ‘વિકસિત ભારત’ના ‘વિકસિત ઉત્તર પ્રદેશ’ના ખ્યાલને હાંસલ કરવામાં અત્યંત મદદરૂપ થશે.”