પહલગામ હુમલા બાદ બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પહેલું જાહેર ભાષણ
પહેલગામ હુમલો ભારતની આત્મા પર પ્રહાર, ગુનેગારોને તેમની કલ્પના બહારની સજા મળશે: બિહારમાં પ્રધાનમંત્રી મોદી
- Advertisement -
બિહાર ચૂંટણી પહેલા કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપવા પીએમ મોદી બિહારના મધુબની પહોંચ્યા છે. બિહારમાં સભાની શરૂઆત કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું કે, મારી વાત શરુ કરતા પહેલા એક પ્રાર્થના કરું છું. કે તમારી જગ્યાએ બેઠા રહીને પહલગામ હુમલામાં જે પરિવાર જનોને આપણે ખોયા છે તેને શ્રદ્ધાંજલિ દેવા માટે બેસીને મૌન રાખી તમારા આરાધ્ય દેવનું સ્મરણ કરીએ. પહલગામ હુમલા બાદ પીએમ મોદીનો આ પહેલું જાહેર ભાષણ છે. આ કાર્યક્રમમાં તેઓ બિહારવાસીઓને અનેક ભેટ આપશે. અહીં તેઓ ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન બિહારમાં 13480 કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
બિહારમાં પ્રધાનમંત્રી દ્વારા 13 લાખ 24 હજાર ગરીબ પરિવારોને પાકા મકાનો સોંપવામાં આવશે
આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાજ્યના ગરીબ પરિવારોને પાકા મકાનોની ચાવીઓ પણ સોંપશે. ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી કહે છે કે પીએમ મોદી બિહારના 13 લાખ 24 હજાર ગરીબ પરિવારોને પાકા મકાનોની ચાવીઓ સોંપશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.
આતંકવાદીઓને શોધી શોધીને મારીશુંઃ PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કે, ‘હુમલામાં આપણે આપણા સ્વજનો ગુમાવ્યા, આખો દેશ પીડિતોની સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરીએ છીએ. દુશ્મનોએ આ હુમલો માત્ર નિર્દોષ પર્યટકો પર નહીં, પરંતુ ભારતની આસ્થા પર કર્યો છે. દોષિત આતંકીઓ, ષડયંત્રકારીઓને તેમની કલ્પના કરતાં પણ આકરી સજા મળશે. હું આખા વિશ્વને કહેવા માગુ છુ કે, ભારત પ્રત્યેક આતંકવાદીને શોધી શોધીને મારશે. અમે આ હુમલાના ન્યાય માટે દરેક પ્રયાસો કરીશું. આતંકીઓને આકરીથી આકરી સજા આપીશુું.’
ઉલ્લેખનીય છે કે મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.
PM મોદીના ભાષણની મુખ્ય વાતો
1. આતંકવાદી અને ષડ્યંત્ર રચનારાઓને વિચાર્યું નહીં હોય તેવી સજા મળશે
2. ભારત એક એક આતંકવાદીને શોધશે અને સજા આપશે
3. માનવતામાં વિશ્વાસ રાખતા તમામ લોકો અમારી પડખે ઊભા છે
4. આવા સમયે અમારી સાથે ઉભેલા રાષ્ટ્રોનો આભાર
5. 140 કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિ હવે આતંકના આકાઓની કમર તોડીને રહેશે