લોકસભા સ્પીકર માટે ચૂંટણીની જરૂર ન પડી. એનડીએના ઉમેદવાર ઓમ બિરલાને લોકસભાના સ્પીકર તરીકે ચૂંટી લેવામાં આવ્યા. પીએમ મોદી અને રાહુલ ગાંધી નવા લોકસભા અધ્યક્ષને સ્પીકરની સીટ સુધી લઈ ગયા. ગૃહમાં આ ખૂબ જ ખાસ ક્ષણ હતી. આ પહેલા વડાપ્રધાન મોદીએ ખુદ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.
ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. પીએમ મોદીએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો અને એનડીએના તમામ સાંસદોએ તેનું સમર્થન કર્યું. પ્રસ્તાવ પર વોટિંગ ધ્વનિ મત દ્વારા કરવામાં આવ્યું, જેમાં ઓમ બિરલા ફરી એકવાર લોકસભા સ્પીકર તરીકે ચૂંટાઈ ગયા. આ દરમિયાન એક ખૂબ જ ખાસ તસવીર સામે આવી જ્યારે પીએમ મોદી પોતે ઓમ બિરલા પાસે પહોંચ્યા અને હાથ મિલાવ્યા.
- Advertisement -
વિપક્ષ તરફથી રાહુલ ગાંધીને પણ બોલાવ્યા અને હાથ મિલાવ્યા. પછી રાહુલ ગાંધી ઓમ બિરલાને સ્પીકર તરીકે ચૂંટાવા પર અભિનંદન આપવા ગયા. તેમણે પણ ઓમ બિરલા સાથે હાથ મિલાવ્યા. આ પછી પીએમ મોદી અને રાહુલ ગાંધી ઓમ બિરલાને સ્પીકર પદની સીટ સુધી લઈ ગયા.
મતદાન વિના સ્પીકર તરીકે ચૂંટાયા ઓમ બિરલા
ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાઈ ગયા. આ પહેલા એનડીએએ ઓમ બિરલાને લોકસભા સ્પીકર પદ માટે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. વિપક્ષ તરફથી કે સુરેશને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે બુધવારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે ઓમ બિરલાના નામને ધ્વનિ મતથી મંજૂર કરવામાં આવ્યું.
- Advertisement -
પીએમ મોદીએ ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને રાજનાથ સિંહ સહિત NDAના તમામ મોટા નેતાઓએ સમર્થન આપ્યું હતું. આ પછી એનડીએ સાંસદોના સમર્થનથી ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાઈ ગયા.
પીએમ મોદીએ ઓમ બિરલાના જોરદાર વખાણ કર્યા
ઓમ બિરલા સ્પીકર તરીકે ચૂંટાશે તે પહેલાથી જ નક્કી હતું. કારણ કે વિપક્ષ પાસે આંકડો ઓછો હતો એટલે ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન પીએમ મોદીએ સ્પીકર ઓમ બિરલાની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અમૃતકાળના અવસર પર બીજી વખત આ મહત્ત્વપૂર્ણ પદ સંભાળવું એક મોટી જવાબદારી છે. તમારી પાસે 5 વર્ષનો અનુભવ છે. અમે બધા માનીએ છીએ કે આવનારા 5 વર્ષમાં તમે અમને બધાને માર્ગદર્શન આપશો અને આ ગૃહ દેશની આશાઓ અને ઇચ્છાઓને પૂર્ણ કરવાની તમારી જવાબદારી નિભાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે નમ્ર અને સદાચારી વ્યક્તિ સફળ રહે છે.




