ત્રીજી વખત સરકાર બનાવ્યા બાદ PM નરેન્દ્ર મોદી મંગળવારે બનારસ પહોંચ્યા હતા.
વડાપ્રધાન તરીકે ત્રીજા કાર્યકાળના શપથ ગ્રહણ બાદ મંગળવારે નરેન્દ્રભાઇ મોદી બનારસ પહોંચ્યા હતા અને દશાશ્વમેઘ ઘાટ પર ઉત્તરવાહિની મા ગંગાની વિધિવત વૈદિક રીત રિવાજથી પૂજન અર્ચન કર્યાં હતા. સાથે જ અહીં થતી વિશ્વ પ્રસિદ્ધ મા ગંગાની આરતીમાં પાંચમી વખત ઉપસ્થિત રહ્યાં.
ભાવવિભોર મોદીનું સન્માન કરાયું હતું. તેમને રૂદ્રાક્ષની માળા, પ્રસાદ તરીકે લાલ પેંડા આપવામાં આવ્યા હતા. પ્રતીક ચિન્હમાં મા ગંગા, આરતીનો પ્રતીક ફોટો અને પીએમનું ચિત્ર સામેલ હતા. મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાટ પર પહોંચતા જ જનતાએ હર હર મહાદેવના ઉદ્ઘોષ સાથે તેમનું અભિવાદન કર્યું હતું. ગંગામાં બનેલા ખાસ ફ્લોટિંગ જેટી પર વડાપ્રધાન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મા ગંગાની વિધિ વિધાનથી પૂજન અને આરતી કર્યાં.
- Advertisement -
વડાપ્રધાન, રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઘાટના મણિ પર બેસીને આરતી પહેલા ભજન પણ સાંભળ્યા હતા. મોડી સાંજે શંખનાદ પછી મોદી તાળી વગાડતા જોવા મળ્યા. અંતે તમામે જયકાર પણ કર્યો.
40 મિનિટની ગંગા આરતી
પીએમ નરેન્દ્ર મોદીએ બનારસના પ્રસિદ્ધ દશાશ્વમેધ ઘાટ પર ગંગાની પૂજા કર્યા બાદ ગંગા આરતીમાં ભાગ લીધો હતો. લગભગ 40 મિનિટ સુધી ગંગા આરતીમાં ભાગ લીધો હતો.
- Advertisement -
પીએમ મોદીએ ગંગા આરતીમાં ભાગ લીધો
પીએમ મોદીએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે માતા ગંગાની પૂજા કર્યા બાદ આરતી કરી હતી. પીએમએ કાશી વિશ્વનાથ ધામમાં પૂજા કરી હતી. ઘાટ પર હર હર મહાદેવ અને મા ગંગાના નારા ચાલુ રહ્યા. પીએમ મોદીની ગંગા આરતીમાં ભાગ લેવા માટે ઘાટને ખાસ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. આખો ઘાટ દીવાઓથી પ્રકાશિત છે.
કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર
દેશભરના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આયોજિત કિસાન સન્માન સંમેલનમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કર્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ઉઇઝ દ્વારા દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં કુલ 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. ઙખ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો બહાર પાડ્યા બાદ ઙખ મોદી લગભગ 7 વાગ્યાની આસપાસ દશાશ્ર્વમેધ ઘાટ પર આયોજિત ગંગા આરતીમાં હાજરી આપી. ઙખ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો 28 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવ્યો હતો, ત્યારથી દેશભરના કરોડો ખેડૂતો ઙખ કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેમની રાહ હવે પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીએ મંગળવારે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી. સતત ત્રીજા કાર્યકાળમાં વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પહેલી વારાણસીની મુલાકાત હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ લગભગ 9.26 કરોડ લાભાર્થી ખેડૂતો માટે 20,000 કરોડ રુપિયાથી વધુનો હપ્તો જાહેર કર્યો છે.