તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપમાં મરી ગયોલા લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ છે. આ દરમ્યાન વડાપ્રધાન મોદી ભાવુક થઇ ગયા અને વર્ષ 2001માં ગુજરાતના ભુજમાં આવેલા ભૂકંપની દુર્ઘટનાને યાદ કરી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા. વડાપ્રધાન દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ સંસદીય દળની બેઠકને સંબોધન કરી રહ્યા હતા.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વર્ષ 2001માં જ્યારે ભૂજમાં ભૂકંપ આવ્યો હતો, ત્યારે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ દરમ્યાન રેસ્કયૂ ઓપરેશનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તુર્કી અને સીરિયા માટે માનવીય આધાર પર દરેક સંભવ મદદ મોકલવાની વાત કહી હતી. મને અનુભવ છે કે આ વખતે તુર્કીની હાલત કેવી હશે, અને લોકો કઇ મુસીબતોમાંથી પસાર થઇ રહ્યા હશે.
- Advertisement -
ગુજરાતમાં વર્ષ 2001માં ભૂકંપે તબાહી મચાવી હતી
ભારતના કચ્છના ભુજમાં 26 જાન્યુઆરી, 2001માં આવેલા ભૂકંપે તબાહી મચાવી દીધી હતી. આ ભૂકંપની તીવ્રતા 7.7 હતી. જેનાથી ગુજરાતમાં ભયંકર તબાહી મચી હતી. કચ્છ અને ભુજમાં 30,000થી વધારે લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે દોઢ લાખથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ભૂકંપના કારણે સમગ્ર ગુજરાતમાં 4 લાખથી વધારે લોકો કાટમાળમાં મૃત્યુ પામ્યા હતા. જેની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી.