વડાપ્રધાન મોદીએ આજે જન સમર્થ પોર્ટલની શરૂઆત કરી હતી. આ પોર્ટલ દ્વારા હવે જનતાને કેટલીય સરકારી યોજનાઓની જાણકારી એક જ પ્લેટફોર્મ પર મળી જશે. આ પોર્ટલ લોન લેનારા અને આપનારાને એક પ્લેટફોર્મ પર લાવી દેશે. દેશનું આ પ્રથમ એવું પ્લેટફોર્મ છે. આ પોર્ટલ દ્વારા લોકો કોઈ પણ ઝંઝટ વગર તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે. તો આવો જાણીએ આ નવા પોર્ટલ વિશે સમગ્ર વિગતો…
- Advertisement -
મોદી સરકાર સતત દેશમાં ડિજિટલીકરણ તરફ આગળ વધી રહી છે. આ જ ક્રમમાં પીએમ મોદીએ આજે જન સમર્થ પોર્ટલની શરૂઆત કરી હતી. સરકાર આ પોર્ટલ દ્વારા લોન લેવા માગતા સામાન્ય લોકોને એક મંચ પર લાવશે. જન સમર્થ પોર્ટલ લોકોને સરળતાથી લોન આપવા માટે કામ કરશે. આ પોર્ટલી સાથે સાથે પ્રધાનમંત્રી મોદી નાણા મંત્રાલય અને કોર્પોરેટ કાર્ય મંત્રાલયના આઈકોનિક વીક સમારંભનું ઉદ્દધાટન પણ થયું. આ પોર્ટલ પર સરકારે 125થી વધારે લોન દાતાઓને એક સાથે લઈને આવી છે.
જન સમર્થ પોર્ટલ શું છે?
જન સમર્થ પોર્ટલ એક ડિજિટલ પોર્ટલ છે, જ્યાં 13 ક્રેડિટ લિંક્ડ સરકારી યોજનાઓ હાજર રહેશે. આ પોર્ટલ દ્વારા, લોન લેવા ઈચ્છતા વ્યક્તિઓ સરળતાથી તેમની યોગ્યતા એટલે કે પાત્રતા ચકાસી શકે છે. જો ઉધાર લેનાર લોન માટે પાત્ર છે, તો તે પોર્ટલ પર પણ અરજી કરી શકે છે. આ સાથે તેને ડિજિટલી પરમિશન પણ મળશે. આ સાથે, કોઈપણ અરજદાર અરજી કર્યા પછી તેની લોનની સ્થિતિ વિશે પણ માહિતી મેળવી શકે છે.
- Advertisement -
Addressing the Iconic Week Celebrations being organised by @FinMinIndia and @MCA21India. https://t.co/knFcV1x8SF
— Narendra Modi (@narendramodi) June 6, 2022
અરજી કેવી હશે ?
હાલમાં આ પોર્ટલ પર લોન માટે ચાર શ્રેણીઓ બનાવવામાં આવી છે. આ શ્રેણીઓના નામ એજ્યુકેશન લોન, એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન, બિઝનેસ એક્ટિવિટી લોન અને આજીવિકા લોન છે. દરેક લોન શ્રેણી હેઠળ કેટલીક યોજનાઓ સૂચિબદ્ધ છે. લાભાર્થી જે કેટેગરી હેઠળ લોન લેવા માંગે છે, તેના માટે પહેલા તેણે તેનાથી સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપવા પડશે. આ જવાબો દ્વારા, લાભાર્થીઓ તેમની યોગ્યતા પણ ચકાસી શકશે. જો ગ્રાહકો લોન માટે પાત્ર છે તો તેઓને ઓનલાઈન મંજૂરી મળશે.
કયા દસ્તાવેજોની જરૂર છે?
લોન મેળવવા માટે સામાન્ય રીતે ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડે છે. આ દસ્તાવેજોમાં મતદાર ID, PAN, બેંક સ્ટેટમેન્ટ, આધાર નંબર જેવા મુખ્ય નામોનો સમાવેશ થાય છે. જો તમે લોન માટે અરજી કરવા માંગો છો, તો તમારે આ દસ્તાવેજો આપવા પડશે.
New coins dedicated to Azadi Ka Amrit Mahotsav have been launched. They will constantly remind people of the goals of Amrit Kaal & inspire them to contribute to the nation's development: PM at iconic week celebrations organised by Finance Ministry & Ministry of Corporate Affairs pic.twitter.com/rM62puuWyq
— ANI (@ANI) June 6, 2022
એપ્લિકેશનનું સ્ટેટ્સ તપાસો
કોઈપણ વ્યક્તિ આ પોર્ટલ દ્વારા લોન લઈ શકે છે, પરંતુ તેને લોન મળશે કે નહીં તે પાત્રતાના આધારે નક્કી કરવામાં આવશે. જો તમે પાત્ર છો તો તમને લોન મળશે. આ સાથે, તમે આ પોર્ટલ દ્વારા લોન અરજીની સ્થિતિ પણ જાણી શકો છો. તમારી લોન કયા તબક્કામાં છે તેની માહિતી પણ તમને મળશે. અરજદાર જન સમર્થ પોર્ટલ પર લોન અરજીની સ્થિતિ પણ ચકાસી શકે છે. આ માટે, અરજદારે નોંધણીની વિગતો ભરીને સાઇન ઇન કરવું પડશે, આ સ્થિતિ જાણવા માટે, તેણે ડેશબોર્ડ પરની માય એપ્લિકેશન ટેબ પર ક્લિક કરવાનું રહેશે.
આ પોર્ટલ પર લોન સંબંધિત તમામ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં લાભાર્થીઓ, ધિરાણકર્તાઓ અને નાણાકીય સંસ્થાઓ, કેન્દ્ર/રાજ્ય સરકાર સાથે સંકળાયેલા મંત્રાલયો, નોડલ એજન્સીઓ અને ફેસિલિટેટર્સનો સમાવેશ થશે.