વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશની પ્રજાને મોંઘામુલી ભેટ આપી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરૂણાચલ પ્રદેશની પહેલા ગ્રીનફિલ્ડ એરપોર્નું ઉદઘાટન કર્યુ. ડોની પોલો એરપોર્ટની આધારશિલા પણ વડાપ્રધાન મોદીએ રાખી હતી. આ એરપોર્ટના ઉદઘાટનની સાથે એક પૂર્વોતર ક્ષેત્રમાં એરપોર્ટની સંખ્યા 16 થઇ ગઇ છે. ડોની પોલો એરપોર્ટનો રનવે 2,300 મીટર લાંબો છે અને દરેક વાતાવરણમાં આ એરપોર્ટ ચાલૂ રાખી શકાય તેની ખાસિયત છે. જેની સાથે 600 મેગાવોટ કામેંગ જલવિદયુત સ્ટેશન રાષ્ટ્રને સમર્પણ કર્યુ છે.
આ અવસર પર અરૂણાચલ પ્રદેશની પ્રજાને સંબોધિત કરતાં કહ્યું કે, તમે જાણો છો કે, અમે એક કાર્ય સંસ્કૃતિ લઇને આવ્યા છઇએ, જ્યાં જે પરિયોજનાનો અમે ઉદઘાટન કર્યુ છે, તેને અમે પૂર્ણ કરીએ છિએ. હવે અટકવું, લટકવું, કે ભટકવાનો યુગ પૂર્ણ થઇ ગયો છે.
- Advertisement -
પૂર્વોત્તરને મળે છે સર્વોચ્ચ પ્રાથમિક્તા: વડાપ્રધાન મોદી
ઇટાનગરમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જયારે મેં વર્ષ 2019માં આ યોજનાનું ઉદઘાટન કર્યુ હતું, ત્યારે ચુંટણી થવાની હતી. રાજનૈતિક ટિપ્પણીકારોએ વિરોધ કર્યો હતો કે એરપોર્ટ કયારેય નહીં બને. સંસ્કૃતિ હોય કે એગ્રીકલ્ચર, કોર્મસ, કે ક્નેક્ટિવિટી, પૂર્વોત્તરના છેલ્લે નહીં પરંતુ સર્વોચ્ચ પ્રાથમિક્તા મળે છે.
PM Modi inaugurates Arunachal's first greenfield airport, says era of 'atkana, latkana, bhatkana' gone
Read @ANI Story | https://t.co/y3GMNc6kXL#DonyiPoloAirport #Donyipolo #ArunachalPradesh #Arunachal #PMModi #Modi #GreenFieldAirport pic.twitter.com/pKm71jd7OE
- Advertisement -
— ANI Digital (@ani_digital) November 19, 2022
જાણો ડોની પોલો એરપ્રોટની વિશેષતા
અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં હોલોંગી બનેલા ડોની પોલો એરપોર્ટ સૂબાનું ત્રીજું એરોપોર્ટ છે. આ એરપોર્ટ અરૂણાચલ પ્રદેશનું પહેલું ગ્રીનફીલ્ડ એરપોર્ટ છે. જે 640 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ અને 690 એકરથી વધારે ક્ષેત્રમાં ફેલાયેલું છે. 2,300 મીટર રનવેની સાથે આ એરપોર્ટ પણ બધા વાતાવરણમાં સંચાલિત કરવા માટે સરળ છે. એરપોર્ટનો રનવે એટલો લાંબો છે કે, તેમાં બોઇંગ જેવા વિમાન લેન્ડ અને ટેકઓફ કરી શકાય છે.
955 કરોડ રૂપિયાના ખર્ચથી હોલોંગીમાં ટર્મિનલ
હોલોંગીમાં ટર્મિનલનું નિર્માણ લગભગ 955 કરોડ રૂપિયાના ખર્ચથી કરવામાં આવ્યું છે. જેનું ક્ષેત્રફળ 4100 વર્ગ મીટર છે. ટર્મિનલની વધારે ક્ષમતા પ્રતિ કલાક 200 પ્રવાસીઓને સંભળવાની છે.
જાણો ડોની પોલોનો નામનો અર્થ
ડોની પોલો એરપોર્ટ રણનીતિક દષ્ટિએ ઘણો મહત્વનો છે. જે ચીનની સીમા પર છે. દેશમાં કુલ 21 ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવવમાં આવી રહ્યા છે. ડોની પોલોનો સ્થાનીક ભાષામાં અર્થ સૂર્ય અને ચંદ્ર થાય છે. ઉત્તર-પૂર્વમાં વર્ષ 2014માં 852 દર અઠવાડિયાથી વધીને વર્ષ 2022માં 1917 દર અઠવાડિયા થઇ છે.