રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકો પર સામાજીક, સહકારી સંસ્થા, જિલ્લા બેંક, જિલ્લા સંઘ, જિલ્લા ડેરી સહિતના ક્ષેત્રોના અગ્રણીઓ સાથે હોદ્દેદારો, પદાધિકારીઓ દ્વારા બેઠકનો દોર
રાજકોટ જિલ્લામાંથી વડાપ્રધાનની જનસભામાં સ્વંયભૂ ઉમટનાર લોકજુવાળને કોઇ અગવડતા ન પડે તે માટે રાજકોટ જિલ્લા ભાજપનો દરેક કાર્યકર ખડેપગે
- Advertisement -
વડાપ્રધાનને આવકારવા અનેરો થનગનાટ: ભવ્ય આયોજનની પૂર્વતૈયારીના ભાગરૂપે વિનોદ ચાવડા, મહેન્દ્રસિંહ સરવૈયા, ડો.ભરત બોઘરા, મનસુખ ખાચરિયા, જયેશ રાદડીયા દ્વારા બેઠકોનો ધમધમાટ
ખાસ-ખબર સંવાદદાતા
આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાનાર છે,ત્યારે ” સૌનો સાથ સૌનો વિકાસ ” સુત્રની નેમ સાથે કામ કરી રહેલ ભાજપની ડબલ એન્જીનવાળી કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલ લોકસેવાના કાર્યોની ઝાંખી આપવા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ વિસ્તારોનો પ્રવાસ ખેડનાર છે, જે પૈકી આગામી તા.11 ઓક્ટોબરના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજકોટના જામકંડોરણા ખાતે જંગી જનમેદનીને સંબોધવાના છે, ત્યારે આ વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઇ કચાશ ન રહે તે માટે રાજકોટ જિલ્લા ભાજપની ટીમ કમર કસી રહી છે,વડાપ્રધાનની જનસભાના આમંત્રણ આપવાના આયોજનના ભાગરૂપે પડધરી,લોધીકા, રાજકોટ, કોટડાસાંગાણી, ઉપલેટા, ધોરાજી, વીંછીયા, જસદણ અને ગોંડલના તાલુકા મથકો પર સંગઠનના હોદ્દેદારો,સામાજીક ક્ષેત્રના અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકનો ધમધમાટ ચાલ્યો છે. દરેક બેઠકોમાં સ્વયંભૂ લોક જુવાળ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સંગઠનના હોદેદાર ઓ,તાલુકા અને જીલ્લાના હોદેદાર ઓ, ગામોના સરપંચ ઓ સાથે મીટીંગનુ આયોજન સાસંદ મોહનભાઈ કુંડારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ,ગીતાબા જયરાજસિંહ જાડેજા, લાખાભાઈ સાગઠીયા, કુંવરજીભાઈ બાવળીયા ,રાજકોટ જિલ્લા દુધ સંઘના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, જીલ્લા બેંકના ડીરેક્ટર ઓ,તેમજ જીલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો તેમજ આગેવાનોની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવેલ છે,અગ્રણીઓ સાથે કરવામાં આવેલ હોદ્દેદારોની બેઠકમાં દરેક તાલુકામાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં હાજર રહેવા માટે લોકોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો છે, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ જિલ્લા ભાજપની પ્રમુખ તથા મહામંત્રીઓ સહિતની ટીમ, સાંસદસભ્ય,ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા રાત-દિવસ એક કરીને તનતોડ મહેનત કરવામાં આવી છે.
જામકંડોરણા ખાતેની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જનસભાની આયોજન તથા વ્યવસ્થાના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા અગ્રણીઓ અને કાર્યકરોને જુદીજુદી જવાબદારીઓ સોપવામાં આવી છે, વડાપ્રધાનને સાંભળવા માટે આવનાર કોઇપણ લોકોને કોઇ અગવડતા ન પડે તે માટે રાજકોટ જિલ્લા ભાજપનો દરેક કાર્યકર ખડેપગે છે,આ તકે રાજકોટ જિલ્લા ભાજપ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને આવકારવા થનગની રહ્યું છે.વડાપ્રધાનની જનસભાની વ્યવસ્થાના ભાગરૂપે જામકંડોરણામાં કુમાર છાત્રાલય પાસે 40 વીધા જમીન પર સમિયાણો ઉભો કરવામાં આવી રહ્યો છે, સભામાં આવનાર દરેક વ્યક્તિને ભોજન કરાવવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે,રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાંથી વડાપ્રધાનને સાંભળવા અંદાજીત 2 લાખની જનમેદની ઉમટે તેવો અંદાજ પ્રચંડ પરથી છે.
- Advertisement -
મોદી રાજકોટમાં 10 ઓક્ટોબરે સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે
પ્રધાનમંત્રી મોદી 10 અને 11 ઓક્ટોબર ગુજરાતના પ્રવાસે છે જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી તેઓ પ્રથમ 10 તારીખે ભરૂચ ત્યારબાદ જામનગર કાર્યક્રમમાં હાજરી આપશે એ પછી તેઓ જામનગર કાર્યક્રમ પૂર્ણ કરી રાજકોટ આવવા રવાના થશે અને રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રીરોકાણ પણ કરશે. જે બાદ બીજા દિવસે સવારે 11 ઓક્ટોબરના રોજ તેઓ જામકંડોરણા ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વખત રાજકોટમાં રાત્રી રોકાણ
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વખત રાજકોટમાં રાત્રી રોકાણ કરશે. આ અગાઉ તેઓ વર્ષ 2017માં રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરી બીજા દિવસે મોરબી કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા જે પછી આજે બીજી વખત તેઓ 10 ઓક્ટોબરના રોજ રાજકોટ સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. ઉલ્લેખનીય છે કે 11 ઓક્ટોબર બાદ 19 ઓક્ટોબરના રોજ રાજકોટ શહેરમાં પ્રધાનમંત્રીનો કાર્યક્રમ યોજાવવાનો છે.
શું ચાલી રહી છે તૈયારીઓ?
– જામકંડોરણામાં તૈયારીનો ધમધમાટ
– ચાર હેલિકોપ્ટર આવશે
– હેલિપેડ તૈયાર થઈ ગયું છે.
– સ્ટેજ, એન્ટ્રી પાસ, વ્યવસ્થાનું કામ એસ.ડી.એમ.ને સોંપવામાં આવ્યું છે
– કાલે કલેકટર જામકંડોરણામાં વ્યવસ્થા જોવા જશે.
– એકસ્ટ્રા મોબાઈલ કનેક્ટિવિટી વધારાશે.
– વી.આઈ.પી. પ્રોટોકોલ માટે અધિકારીઓને જવાબદારી સોંપાઈ.
– પી.એમ.ઓ., એમ.ઓ. રૂમ તૈયાર કરશે.
– આજે 4 એસ.પી.જી. આવી ગયા અને કાલે 20 આવશે.
– બંદોબસ્ત અને સિક્યોરિટી એસ.પી. રૂરલ સંભાળી રહ્યા છે.
– પી.એમ.- સી.એમ.ની જમવાની વ્યવસ્થા કલેકટર તંત્ર કરશે.
– પાર્કીંગ વ્યવસ્થા એસ.ડી.એમ. ગોંડલ
– એન્ટ્રી પાસ એસ.ડી.એમ. ગોંડલ, ધોરાજી
– કાર પાર્કીંગ માટે સાત જગ્યા
– જનરલ પાર્કીંગ ચાર, ફૂડઝોન વ્યવસ્થા, મહિલાઓ માટે અલગથી જમવાની વ્યવસ્થા.