તુલસી ગબાર્ડે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે મુલાકાત કરી હતી
પીએમ મોદીએ મુલાકાત દરમિયાન તુલસી ગબાર્ડને પ્રયાગરાજના મહાકુંભમાંથી લાવેલું ગંગાજળ ભેટ આપ્યું
- Advertisement -
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શક્તિ અને માર્ગદર્શન મેળવે છે: તુલસી ગબાર્ડે
ભારતના પ્રવાસે આવેલા અમેરિકાની ગુપ્તચર એજન્સીના ડિરેકટર તુલસી ગબાર્ડે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ મુલાકાત દરમિયાન તુલસી ગબાર્ડને પ્રયાગરાજના મહાકુંભમાંથી લાવેલું ગંગાજળ ભેટ આપ્યું. જ્યારે અમેરિકાની ગુપ્તચર એજન્સીના ડિરેકટર તુલસી ગબાર્ડે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તુલસીની માળા ભેટ આપી હતી.
હિન્દુ ધર્મનું પાલન કરતી તુલસી ગબાર્ડે ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ઘણીવાર સારા અને મુશ્કેલ બંને સમયે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણના ઉપદેશોમાંથી શક્તિ અને માર્ગદર્શન મેળવે છે. ભારત પ્રવાસ દરમિયાન તુલસી ગબાર્ડએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અમેરિકામાં સક્રિય ખાલિસ્તાની સંગઠન ‘શીખ્સ ફોર જસ્ટિસ’ની ભારત વિરોધી પ્રવૃત્તિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો.
- Advertisement -
સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતે અમેરિકા પાસેથી આ ગેરકાયદે સંગઠન સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તુલસી ગબાર્ડ ગુપ્તચર સહયોગ, સાયબર સુરક્ષા અને સંરક્ષણ સંબંધો પર ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી.