પીએમ મોદી શુક્રવારે બે દિવસની મુલાકાતે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા પહોંચશે અને ત્યાં 25 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાપર્ણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી વચ્ચે દક્ષિણ ભારતના રાજ્યોના પ્રવાસનું આયોજન કર્યું છે અને આ અંતર્ગત તેઓ શુક્રવારે બે દિવસની મુલાકાતે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા પહોંચશે. આ સાથે જ એવું જાણવા મળ્યું છે કે પીએમ આ ચાર રાજ્યોને 25 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાપર્ણ કરશે. જો કે ઘણા લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી દક્ષિણ ભારતમાં રાજકીય વિસ્તરણ પ્રયાસ કરી રહી છે.
- Advertisement -
I look forward to being in the vibrant city of Bengaluru tomorrow, 11th November. I am honoured to be getting the opportunity to unveil a statue of Sri Nadaprabhu Kempegowda.
— Narendra Modi (@narendramodi) November 10, 2022
- Advertisement -
કયા રાજ્યને શું મળશે?
કર્ણાટક
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી બેંગલુરુમાં 5000 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2નું ઉદ્ઘાટન કરશે. જણાવી દઈએ કે આ ટર્મિનલ એરપોર્ટની પેસેન્જર ક્ષમતાને લગભગ લગભગ 2.5 કરોડ છે અને આ બાદ તેની ક્ષમતા લગભગ 5-6 કરોડ થઈ જશે. આ સિવાય પીએમ મોદી ચેન્નાઈ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ અને KSR રેલવે સ્ટેશનથી ભારત ગૌરવ કાશી યાત્રા ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે અને બેંગલુરુમાં 98 ટન બ્રોન્ઝ અને 120 ટન સ્ટીલથી બનેલી શ્રી નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 મીટર ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરશે.
આંધ્રપ્રદેશ
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર આંધ્રપ્રદેશ માં પીએમ રૂપિયા 10,500 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ 3750 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવતા 6-લેન ગ્રીનફિલ્ડ રાયપુર-વિશાખાપટ્ટનમ ઇકોનોમિક કોરિડોરના આંધ્ર પ્રદેશનો શિલાન્યાસ કરશે.આ સિવાય તેઓ 2,900 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવેલ ઓએનજીસીના યુ-ફીલ્ડ ઓનશોર ડીપ વોટર બ્લોક પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. ઉપરાંત 450 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવનાર વિશાખાપટ્ટનમ રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરવામાં આવશે.આ સાથે જ આશરે 150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ અને અપગ્રેડેશન માટે શિલાન્યાસ પણ કરશે.
Over the next 2 days, I will be travelling to 4 states in the South- Karnataka, Tamil Nadu, Andhra Pradesh and Telangana to take part in diverse programmes aimed at strengthening India’s growth trajectory.https://t.co/JcJYenJFNr
— Narendra Modi (@narendramodi) November 10, 2022
તેલંગણા
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી રામાગુંડમમાં 9500 કરોડ રૂપિયાથી વધુની કિંમતની અનેક પ્રોજેક્ટ્સનું લોકાપર્ણ કરશે. રામાગુંડમ ખાતે ખાતરનો પ્લાન્ટ રાષ્ટ્રને લોકાપર્ણ કરશે. આ રામાગુંડમ પ્રોજેક્ટનો 7 ઓગસ્ટ 2016ના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.આ સિવાય પીએમ 1000 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ભદ્રાચલમ રોડ-સતુપલ્લી રેલ લાઇન કરશે અને એ ઉપરાંત તેઓ 2200 કરોડ રૂપિયાથી વધુના વિવિધ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
તમિલનાડુ
વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર પીએમ મોદી ગાંધીગ્રામ ગ્રામીણ સંસ્થાના 36માં દીક્ષાંત સમારોહને સંબોધિત કરશે અને એ દિક્ષાંત સમારોહમાં 2018-19 અને 2019-20 બેચના 2300 થી વધુ વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે.