શાંઘાઇ સહયોગ સંગઠનના સભ્ય દેશોના નેતાઓ 22મા શિખર સંમેલ્લનમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી પહોંચી ગયા છે. ત્યાં પહોંચતા જ ઉઝબેકિસ્તાનના વડાપ્રધાન અબ્દુલ્લા અરિપોવ, મંત્રીઓ, સમરકંદના ગવર્નર અને વરિષ્ઠ અધિકારીઓને તેમના વરિષ્ઠ અધિકારીઓએ તેમનું હાર્દિક સ્વાગત કર્યુ. આજે સવારે વડાપ્રધાન એસસીઓ શિખર સંમ્લેલનમાં ભાગ લેવા જશે. કોવિડ મહામારી પછી આ પહેલું ઇન- પર્સન એસસીઓ શિખર સંમેલ્લન છે. છેલ્લે વ્યક્તિગત રૂપે એસસીઓના રાષ્ટ્ર અધ્યક્ષોનું શિખર સંમેલ્લન જૂન 2019માં યોજવામાં આવ્યું હતું.
PM @narendramodi emplanes for Samarkand, Uzbekistan.
- Advertisement -
He will participate in the SCO Summit as well as hold meetings with several world leaders. pic.twitter.com/XQ7XfioLk4
— PMO India (@PMOIndia) September 15, 2022
- Advertisement -
શાંઘાય સહયોગ સંગઠન(એસસીઓ)ના રાષ્ટ્ર અધ્યક્ષો બે દિવસની 22મી બેઠકમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાત્રે ઉઝબેકિસ્તાનના સમરકંદ પહોંચ્યા. એક ક્ષેત્રીય શિખર સંમેલ્લનના સુરક્ષાના પડકારો, વ્યાપાર અને ઉર્જાની પૂર્તિને પ્રોત્સાહન આપવા જેવા અનેક મુદા પર ચર્ચા કરવામાં આવી.
Prime Minister Narendra Modi arrives in Samarkand, Uzbekistan.
He will attend the 22nd Meeting of the Council of Heads of State of the Shanghai Cooperation Organization (SCO) here. pic.twitter.com/WxAOrcFX6I
— ANI (@ANI) September 15, 2022
વડાપ્રધાન મોદી અને જિંનપિંગ વેલકમ ડીનરમાં હાજર રહ્યા નહીં
વડાપ્રધાન મોદી સમરકંદ મોડે પહોંચતા તેઓ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શૌકત મિર્જિયોયેવ દ્વારા આયોજીત કરવામાં આવેલા વેલકમ ડિનરમાં હાજર રહ્યા નહોતા. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે, શીખર સમ્મેલનમાં મોદીની ભાગીદારી એક ટૂંકી અને ઓછી મહત્વપૂર્ણ રહેનાર છે. ઉલ્લેખનીય છે કે, ચીનના રાષટ્ર્પતિ શી જિંનપિંગ પણ સમરકંદમાં હાજર હોવા છતાં તેઓ વેલકમ ડિનરમાં હાજર રહ્યા નહોતા.
લગભગ 24 કલાક સમરકંદમાં હાજર રહેશે મોદી
વડાપ્રધાન મોદી લગભગ રાતના 9 વાગ્યે સમરકંદ પહોંચ્યા અને તેઓ 24 કલાક સંમેલ્લનમાં હાજર રહેશે. આ દરમ્યાન વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મિર્જિયોયેવ અને ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસની સાથે દ્વિપક્ષીય મીટિંગ કરશે. ભારતના વિદેશ સચિવ વિનય ક્કાત્રાએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે બેઠકની ખાતરી આપી નથી.
#WATCH | Uzbekistan: Fireworks in Smarakand as leaders from various countries arrive for the 22nd meeting of the Council of Heads of State of the Shanghai Cooperation Organization (SCO) that will commence tomorrow pic.twitter.com/nzlX9dt4EK
— ANI (@ANI) September 15, 2022
જિનપિંગ સાથેની મિટિંગનો સમય અનિશ્ચિત
જાણકારોનું કહેવું છે કે, શી જિંનપિંગની સાથે એક પૂર્વ આયોજીત દ્વિપક્ષીય બેઠક ઘણી મુશ્કેલ છે, જો કે એસસીઓ સમિટ દરમ્યાન શુક્રવારના સાંજે 5-6 વાગ્યે અલગ- અલગ કાર્યક્રમો અને દ્વિપક્ષીય બેઠકોમાં વ્યસ્ત રહેશે. જો કે આ બેઠક દરમ્યાન મોદી અને શી શુક્રવારના એસસીઓની 2 બેઠકોમાં એક સાથે હાજર રહેશે. જેમાં એક સંગઠનના સભ્યો – રાજ્યો માટે સીમીત સત્ર છે અને બીજું વિસ્તરીત સત્ર છે. જેમાં ઘણા નિમંત્રિત મહેમાનો હાજર રહેશે. તેમજ આ સંમ્મેલનમાં ભાગ લેનારા બધા આમંત્રિતો સાથે આ બંન્ને નેતાઓ પણ હાજર રહેશે.
આજના યુદ્ધના માહોલ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
આઠ દેશોનું આ સંમ્મેલન એવા સમયમાં થવા જઇ રહ્યું છે, જયારે યુક્રેન પર રશિયાના આક્રમણ અને તાઇવાન જલડમરૂ મધ્યમાં ચીનના આક્રમક સેનાના વલણના કારણે ભૂ- રાજનીતિ અને ઉચાટ જોવા મળી રહ્યો છે.