પાણી ઓસરે નહીં ત્યાં સુધી વિધાર્થીઓને સ્કૂલમાંથી રજા અપાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
રાજ્યનું સરકારી તંત્ર વરસાદ અને વાવાઝોડા જેવી કુદરતી આફતો સામે સજ્જ હોવાના બણગા ફૂકી રહ્યું છે ત્યારે સુઝાનના પ્રથમ વરસાદે જ કેટલાક વિસ્તારો અને સાથોસાથ સ્કૂલમાં પાણી ભરાતા સરકારી તંત્રની આ પોલ ખુલ્લી પડી ગઈ છે ત્યારે આ પ્રકારની ઘટના મૂળી તાલુકાના ખાટડી ગામ ખાતે પણ સામે આવી હતી જેમાં મૂળી પંથકના બે દિવસ સુધી વરસાદના લીધે ખાટડી ગામની પ્રાથમિક સ્કૂલમાં પાણી ભરાયા હતા પ્રાથમિક સ્કૂલના રૂમમાં પાણી ભરતા આખી સ્કૂલ પાણીમાં ગરકાવ થઈ હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા હતા ત્યારે પ્રાથમિક સ્કૂલ ખાતે પાણી ભરવાના લીધે તાત્કાલિક તમામ અભ્યાસ કરતા વિધાર્થીઓને સ્કૂલમાંથી બહાર કાઢી રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ બાળકોને જ્યાં સુધી શાળામાંથી વરસાદી પાણી ઓસરે નહીં ત્યાં સુધીની રજા પણ જાહેર કરવામાં આવી હતી.