બંને વિજેતા ટીમને એસોસિએશનના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા તથા અન્ય હોદ્દેદારો તરફથી અભિનંદન પાઠવેલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
મહેસાણાના ઓ.એન.જી.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે તા. 16-11 તથા 17-11ના રોજ ગુજરાત વેટરન્સ ફૂટબોલ એસોસિએશન તથા મહેસાણા યુનાઈટેડ ફૂટબોલ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વેટરન્સ ફૂટબોલ ટુર્નામેન્ટ લીગ કમ નોકઆઉટ મેચ રમાયેલ.
- Advertisement -
40+ વેટરન્સ ટીમમાં રાજકોટ+ જામનગરની ટીમ એક પુલમાં ગાંધીનગર તથા મહેસાણાની ટીમ તથા બીજા પુલમાં અમદાવાદ, બરોડા તથા સુરતની ટીમ હતી. જેમાં રાજકોટ+ જામનગરની ટીમ 3-2 ગોલથી વિજેતા થયેલ. બીજા મેચમાં ગાંધીનગર સામે 3-1 ગોલથી વિજેતા થયેલ. જેમાં રાજકોટ+જામનગરની ટીમ પેનલ્ટી શુટઆઉટમાં 4-3 ગોલથી વિજેતા થયેલ. જ્યારે બીજા સેમી ફાઈનલ મેચમાં સુરતની ટીમે મહેસાણા સામે 3-0 ગોલથી વિજેતા થયેલ. ફાઈનલમાં રાજકોટ+જામનગરની ટીમે સુરતની ટીમને 3-0 ગોલથી હરાવીને વિજેતા બનેલ છે.
40+ વેટરન્સ ફાઈનલમાં બેસ્ટ ડિફેન્ડર જામનગરના પૃથ્વીરાજસિંહ જેઠવા, બેસ્ટ ફોરવર્ડ રાજકોટના એડવીન ડીસોઝા, બેસ્ટ ગોલકિપર રાજકોટના પિયુષ કૈલા, બેસ્ડ મીડ ફિલ્ડર રાજકોટના લારા ઈબ્રાહીમ તથા બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ રાજકોટના અમીત શીયાળીયા થયેલ. 60+ના ગ્રુપમાં સૌરાષ્ટ્ર વિરૂદ્ધ રેસ્ટ ઓફ ગુજરાતના બે મેચ રમાયેલ. જેમાં પ્રથમ મેચ તા. 16-11-24ના રોજ રમાયેલ, જેમાં બંને ટીમનો 1-1 ગોલ થયેલ. બીજો મેચ ફાઈનલ તા. 17-11-24ના રોજ રમાયેલ. જેમાં બંને ટીમ તરફથી 2-2 ગોલથી ડ્રો રહેલ. બંને મેચમાં રાજકોટના રાજેશ ચૌહાણએ 1-1 ગોલ કરેલ તેમજ 1 ગોલ દિપક યશવંતેએ કરેલ. ત્યારબાદ પેનલ્ટી શુટઆઉટ દ્વારા રાજકોટની ટીમ 4-2 ગોલથી વિજેતા થયેલ. જેમાં બેસ્ટ ગોલકિપર તરીકે શિવરાજસિંહ ચાવડા, બેસ્ટ ફોરવર્ડ રાજેશ ચૌહાણ તથા બેસ્ટ ડિફેન્ડર રોહિત બુંદેલા થયેલ.
બંને ટીમના ખેલાડીઓ નીચે મુજબ હતાં: 40+ ટીમ (રાજકોટ-જામનગર) પ્રીન્સ પુન- કેપ્ટન, ધર્મેશ છત્રોલા, સાહીલ શેખ, એડવીન ડીસોઝા, સુરજ પુન, અમીત શીયાળીયા, અસલમ બ્લોચ, લારા ઇબ્રાહીમ, કમલેશ ચાવડા, પૃથ્વીસિંહ જેઠવા, પિયુષ કૈલા, આનંદ માડમ, જેકબ વર્ગીસ, માનસ રૂપાણી, યોગેન્દ્રસિંહ ઝાલા, રામમૂર્તિ.
60+ ટીમ (રાજકોટ) શિવરાજસિંહ ચાવડા- કેપ્ટન, રોહિત બુંદેલા, રાજેશ ચૌહાણ, વિલીયમ પરેરા, અજય ભટ્ટ, ઈન્દ્રજીતસિંહ સરવૈયા, દિપકરાવ યશવંતે, અનીલ વ્યાસ, રાજેશ પરમાર, ઉપેન્દ્રસિંહ ઝાલા, રફીક બ્લોચ, અયાન શેખ. બંને વિજેતા ટીમને એસોસિએશનના પ્રમુખ ગુણુભાઈ ડેલાવાળા તથા અન્ય હોદ્દેદારો તરફથી અભિનંદન પાઠવેલ.