સબ-જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ – 2025-26 માટે પસંદગી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આસામ ખાતે તા. 20-08-2025 થી શરૂ થનારી સબ-જુનિયર ગર્લ્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ – 2025-26 માટે ગુજરાત ટીમમાં રાજકોટની ત્રણ ખેલાડીઓએ સ્થાન મેળવ્યું છે. રાજકોટની (1) જીનલ બાંભણીયા, (2) આન્યા તલસાણીયા તથા (3) મૈત્રી અસલાલીયાની પસંદગી થવાથી શહેરનું ગૌરવ વધ્યું છે. ગુજરાત ટીમનું કોચિંગ કુ. નિરાલી ડેરૈયા સંભાળી રહી છે.
ગુજરાત ટીમનો કાર્યક્રમ :
20-08-2025 : પ્રથમ મેચ ઝારખંડ સામે
22-08-2025 : બીજી મેચ મેઘાલય સામે
24-08-2025 : ત્રીજી મેચ મીઝોરમ સામે
આ પસંદગી પામેલ ખેલાડીઓને પ્રમુખશ્રી ગુણુભાઈ ડેલાવાળા સહિત એસો.ના સર્વે સભ્યોએ શુભેચ્છાઓ પાઠવી હતી.