ખાસ-ખબર સંવાદદાતા
તા.1 એપ્રિલથી દેશમાં આવકવેરાની શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સહિતના ક્ષેત્રોમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે તો સાથોસાથ આવશ્યક દવાઓના ભાવો પણ મોટો વધારો થશે. ખાસ કરીને પેઈન કિલર- એન્ટીબાયોટીક અને હૃદયરોગ સંબંધી દવાઓ મોંઘી બનશે. એક તરફ ફુગાવાના મારથી રસોડા સહિત ઘરના સંચાલનોનો ખર્ચ વધી રહ્યો છે તે સમયે આ વધારાનો માર પડશે. સરકારે દવા ઉત્પાદકોને જથ્થાબંધ ફુગાવાના વાર્ષિક આંકડાના આધારે નવા ભાવને મંજુરી આપી છે. જે 2022ના વર્ષમાં 12થી13નો રહ્યો છે અને નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઈસીઝ ઓથોરીટી એ આ અંગે ગઈકાલે એક જાહેરનામુ બહાર પાડી દીધુ છે. 384 જેટલી બેઝીક દવા જે 27 પ્રકારના રોગોમાં 900 જેટલી દવાઓના ફોમ્ર્યુલેશનમાં મદદરૂપ છે તેના ભાવ વધશે. જયારે નોન શેડયુલ ડ્રગ જે ભાવ કંટ્રોલની બહાર છે તેમાં દર વર્ષે 10-12% જેટલો વધારો નિયમીત થતો જ રહે છે. સામાન્ય રીતે જથ્થાબંધ ફુગાવાના આધારે 1-2% જેટલો ભાવવધારો મંજુર કરાય છે. દવા ઉત્પાદનની દલીલ છે કે ચાઈનાથી કાચામાલની આયાત ઘટતા અને એકલિયા બજારોમાંથી મોંઘી આયાત રૂપિયો ઘસાતા અને ઉત્પાદન ખર્ચ વધતા આ ભાવવધારો જરૂરી બન્યો છે.
તા.1થી આવશ્યક દવાઓના ભાવ 12% વધશે
