ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકાર આધારકાર્ડ તથા પાનકાર્ડ લીંકઅપ કરવા માટે જે તા.31 માર્ચની ડેડલાઈન છે તેમાં વધારો કરે તેવા સંકેત છે અને હવે આ વર્ષમાં જુન-30 સુધી આ લીંકઅપ કરાવી શકાશે તેવું જાહેરનામું બહાર પડી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષના સૂત્રોના જણાવ્યા મુજબ વધેલી મુદતમાં સરકાર ‘લેઈટ-ફી’ વસુલશે.
અગાઉ ગત વર્ષે માર્ચ-2022માં આ લીંકઅપની આખરી તારીખ હતી પણ તે તારીખ વધારતા હવે રૂા.1000ની ફી સાથે માર્ચ 2023ની આખરી તારીખ આપવામાં આવી હતી. પરંતુ હજુ જેઓને આ લીંકઅપ જરૂરી છે તેવા વિશાળ વર્ગમાં 50%થી વધુએ આધાર-પાન લીંકઅપ કરાવ્યા નથી.
આ ઉપરાંત હાલ જે આધારકાર્ડને 10 વર્ષથી વધુ સમય થયા છે તેને અપડેટ કરવાની કાર્યવાહી પણ ચાલુ છે તે જોતા સરકાર તેમાં વધારો કરી શકે છે.