ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પીટલ દરવાજા સામે થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ પ્રોટકશન સાથે હોસ્પિટલ બહાર ર0 જેટલી કેબીનો અને પાનના ગલ્લા હટાવાયા હતા. શહેરમાં આ પહેલા પણ મનપાએ ગાંધી ચોકમાંથી 10 જેટલી કેબીનો હટાવી હતી. શહેરમાં નાના ધંધાર્થીઓ સામે મનપાની દબાણ શાખા લાલ આંખ કરે છે. ત્યારે શહેરના વોકળા પર થયેલા દબાણો કયારે દૂર કરશે તેવો પ્રશ્ર્ન લોકોમાંથી ચર્ચાઇ રહ્યો છે. હાલ તો દબાણ હટાવવા મુદ્દે મનપા સામે તવાઇ શરૂ થઇ છે. એટલે માત્ર દેવાખા પુરતુ દબાણો હટી રહ્યા છે. ત્યારે આવા દબાણો કાયમી કયારે દૂર થશે તેતો જોવાનું રહ્યું.
જૂનાગઢ સિવિલ પાસે દબાણો દૂર કરાયા
