સરકારી જમીન પરના 1350 જેટલા દબાણો દૂર કરવા માટેની નોટિસ અપાઈ: જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવા માગ
જો પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવે તો 10 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરીશુ: સ્થાનિક
- Advertisement -
રાજકોટ પૂર્વ મામલતદાર કચેરીમાં જંગલેશ્ર્વરના મિલકત ધારકો ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે સરકારી જમીન પરના 1350 જેટલા દબાણો દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી. જેમાં આજે પ્રથમ દિવસે 590 મિલકત ધારકોને હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેઓની માંગણી છે કે, જંત્રી પ્રમાણે મકાન અને દુકાન કાયદેસર કરી આપવામાં આવે અને ઘરની છત છીનવવામાં ન આવે. જો અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી 10 જાન્યુઆરીના આવનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે અમે અહીં 15 જેટલા લોકો રહીએ છીએ. જેથી અમને ક્વાર્ટરની ફાળવણી કરવામાં આવે તેવી માંગણી છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા અમારા પક્ષમાં રી જાહેર સભા કરવામાં આવી હતી અને અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા અમને ન્યાય અપાવવામાં આવશે. આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવી રહ્યા છે ત્યારે તેમને રજૂઆત કરવા માટે પણ અમે જશું. રાજકોટ પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ અજમેરાએ જણાવ્યું હતું કે, 1350 લોકોને નોટિસ આપવામાં આવી છે. જેમાંથી પ્રથમ દિવસે 590 લોકોને હીયરિંગ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાં જે લોકો ગેરહાજર રહેશે તેઓને ત્રણ તક આપવામાં આવશે અને ત્યારબાદ કલમ 202 મુજબ ડિમોલિશન માટેની ફાઈનલ નોટિસ આપવામાં આવશે. બીજા દિવસે 540 અને ત્રીજા દિવસે 260 મિલકત ધારો કોને બોલાવવામાં આવ્યા છે. જેમના દ્વારા લાઈટ બિલ અને વેરાબીલ રજૂ કરવામાં આવી રહ્યા છે. જેની તપાસણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
અમારી પાસે વર્ષ 1976 પહેલાના વેરા બિલ અને લાઈટ બિલ છે: સ્થાનિક ઉમર સોરા
જંગલેશ્વરમાં રહેતા ઉમર સોરાએ જણાવ્યું હતું કે, અમે અહીં પરિવાર સાથે રહીએ છીએ. જેમાં વર્ષ 1976 પહેલાના લાઈટ બિલ અને વેરા બિલ છે. આજી રિવરફ્રન્ટ બનાવવા માટે ડિમોલિશન કરવું એ યોગ્ય નથી. અમારા ઘર પરથી છત છીનવાય તો અમે રહેવા માટે ક્યાં જશું? જેથી અમને જંત્રી મુજબ મકાન કાયમી કરાવી આપવામાં આવે અથવા આવાસ ફાળવણી કરવામાં આવે..



