વિવિધ જાહેર માર્ગો પરથી 105 રેંકડી-કેબિનો અને 4108 બોર્ડ-બેનરો હટાવી 8 લાખથી વધુનો ચાર્જ વસૂલ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 1-3થી 31-3 દરમિયાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો ઉપર દબાણરૂપ એવા રેંકડી-કેબિન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલુ, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કુલ 105 રેંકડી-કેબિન અને 4108 બોર્ડ-બેનરો જપ્ત કરી રૂા. 8,47,860નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.
શહેરના કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ, સાંઈબાબા સર્કલ, જ્યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ, મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, ભીમનગર મેઈન રોડ, રામાપીર ચોકડી પાસેથી રસ્તા પર નડતરરૂપ 105 રેંકડી-કેબિન જપ્ત કરવામાં આવી હતી તેમજ પારેવડી ચોક, પાંજરાપોળ હોકર્સ ઝૌન, પેડક રોડ, કુવાડવા રોડ, આનંદબંગલા ચોક, અટીકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, કોર્ટ ચોક, ગાયત્રીનગર, હોસ્પિટલ ચોકડી, રૈયાધાર જ્યોતિનગર, નાણાવટી ચોક, પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ પરથી જુદી જુદી અન્ય 698 પરચુરણ ચીજવસ્તુઓ, કોઠારીયા રોડ, પારેવડી ચોક, સંત કબીર રોડ, જંકશન રોડ, જ્યુબેલી, પંચાયત ચોક, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઈન રોડ, માધાપર રીંગ રોડ, લક્ષ્મીનગર નાલા પાસેથી 6806 કિલો શાકભાજી- ફળ જપ્ત કરવામાં આવ્યા હતા.
કોઠારીયા રોડ, સંત કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ. રોડ, નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામિનારાયણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસેથી રૂા. 5,73,850 મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવ્યું હતું. 80 ફૂટ રોડ, પારવેડી ચોક, સંત કબીરરોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, 80 ફૂટ રોડ, અટીકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડીમેઈન રોડ, આહીર ચોક પરથી રૂા. 2,74,010 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ કાલાવડ રોડ, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંત કબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, રેસકોર્સ રીંગ રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, યુનિ. રોડ પરથી 4108 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે. આમ જાહેર માર્ગો પર નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.